Advertisement
Author: નોબત સમાચાર

હાલાર સહિત રાજ્યના વર્ગ-ર સંવર્ગના વનઅધિકારીઓની સાગમટે બદલીના આદેશો

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૧: રાજ્યના વન અને પર્યાવરણ વિભાગના નિમંત્રણ હેઠળના વન અધિકારી વર્ગ-૧, સંવર્ગના અધિકારીઓની બદલીના આદેશો થયા છે.

જેમાં ધ્રોળ રેન્જમાંથી દક્ષાબેન એસ. સોરઠિયાને સિક્કા તેમજ મરીન નેશનલ પાર્ક, જામજોધપુરના દિપકભાઈ એચ.ને ગીર સોમનાથ, લાલપુરના મુકેશકુમાર ડી. બેડિયા વદરાને દેવભૂમિ દ્વારકા સામાજિક વનિકરણ, દ્વારકાના જે.બી. ગઢવીને ભાણવડ-દેવભૂમિ દ્વારકા સામાજિક વનિકરણ, ખંભાળિયા વિસ્તારના રેન્જમાંથી કનુભાઈ કે. પીડારિયાને દ્વારકા રેન્જ, કલ્યાણપુર વિસ્તરણ રેન્જના એ.એલ. મંગાણીને ગોંડલ રેન્જ, જામનગરથી કુ. હર્ષાબેન ડી. પંપાણિયાને ખીજડિયા મરીન નેશનલ પાર્ક, લાલપુરથી પાયલ જે. જોષીને પાલીતાણા, પોરબંદર વિસ્તરણ રેન્જ (દેવભૂમિ દ્વારકા) સામાજિક વનિકરણમાંથી અરૂણકુમાર એ. જાંબુયાને કાળિયાર નેશનલ પાર્ક, ભાણવડ રેન્જ અભ્યારણ પોરબંદરના ડી.સી. સોલંકીને આંકલાવ, સિક્કા મરીન નેશનલ પાર્કમાંથી પી.બી. કરમુરને રાણાવાવ-દેવભૂમિ દ્વારકા સામાજિક વનિકરણ, ખંભાળિયા રેન્જ મરીન નેશનલ પાર્કમાંથી જી.કે. ડાંગરને કલ્યાણપુર, ભાટિયાથી જી.આર. ભેેસાણિયાને ભાણવડ, અભ્યારણ-પોરબંદર, દ્વારકાથી એન.પી. બેલાને પોરબંદર-દેવભૂમિ દ્વારકા વનિકરણમાં મૂકવામાં આવ્યા છે. ઉપરાંત હાલારમાં અન્ય જિલ્લામાંથી પણ બદલી કરવામાં આવી છે.

જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાંથી જે.બી. ગાંગડિયાને ખંભાળિયા, રાજકોટથી પી.બી. જાડેજાને ધ્રોળ, ગોંડલથી ડી.એ. જાડેજાને કાલાવડ, બનાસકાંઠાથી એન.એ. બડિયાવદરાને દેવભૂમિ દ્વારકામાં, સાબરકાંઠાથી એમ.આર. માલમને જામજોધપુર, ટંકારાથી કે.એમ. જાનીને ધ્રોળ, પંડધરીથી ભારતીબેન કે. વાળાને લાલપુર, ગાંધીનગરથી એમ.એલ. કરમુરને જામજોધપુરમાં મૂકવામાં આવ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh