Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના એલસીબી, એસઓજી સહિત ૯ પીઆઈની બદલીઃ દેવભૂમિ દ્વારકાના ૧૦ પીઆઈ અન્યત્ર મૂકાયા

એસીબીના ૧૮ પીઆઈની પણ કરાઈ બદલીઃ જામનગરમાં ૪ નવા અધિકારી મૂકાયાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૭: રાજ્યના બિન હથિયારધારી પોલીસદળમાં પોલીસ ઈન્સ્પેક્ટરની ફરજ બજાવતા કુલમાંથી ૫૧૮ અધિકારીઓની ગઈકાલે અરસપરસ બદલી કરવામાં આવી છે. જેમાં જામનગરના એલસીબી, એસઓજી, સિટી એ, બી સહિતના ૯ પીઆઈની અન્યત્ર બદલી થઈ છે. દ્વારકામાં પણ એલસીબી, એસઓજી સહિત ૭ પીઆઈની બદલીનો આદેશ આવ્યો છે. જામનગરમાં ૪ નવા અધિકારી અને દ્વારકામાં ૧૧ નવા પીઆઈ મૂકવામાં આવ્યા છે. ઉપરોક્ત બદલીઓમાં એસીબીમાં ફરજ બજાવતા ૧૮ પીઆઈની પણ બદલીનો હુકમ થયો છે.

રાજ્યના મુખ્ય પોલીસવડા દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અગાઉ બુધવારે પીએસઆઈમાંથી પીઆઈ બનનાર અધિકારીઓને તેઓના ફરજના સ્થળ ફાળવવામાં આવ્યા પછી ગઈકાલે રાજ્યના બિન હથિયારધારી પોલીસ વિભાગમાં ફરજ બજાવતા કુલ પૈકી ૫૧૮ પીઆઈની બદલીનો હુકમ કરવામાં આવ્યો છે.

ઉપરોક્ત હુકમમાં જામનગર એલસીબીના પીઆઈ વી.એમ. લગારીયાની બદલી કરવામાં આવી છે. તેઓને અમદાવાદ શહેરમાં મૂકવામાં આવ્યા છે. એસઓજીના પીઆઈ બી.એન. ચૌધરીને પાટણ મૂકવામાં આવ્યા છે. સિટી એ ડિવિઝનના પીઆઈ એલ.એ. ચાવડાને સુરત તથા સિટી બી ડિવિઝનના પીઆઈ પી.પી. ઝાને જૂનાગઢ, ટ્રાફિક શાખાના પીઆઈ એમ.બી. ગજ્જરને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મૂકાયા છે.

સિક્કા પોલીસ સ્ટેશનના પીઆઈ જે.જે. ચાવડાને અમદાવાદ શહેરમાં, એ.આર. ચૌધરીને સાબરકાંઠા, એ.એ. ખોખરને એસીબીમાં, જોડિયાના પીએસઆઈ આર.એસ. રાજપૂતને પણ એસીબીમાં નિયુક્તિ આપવામાં આવી છે. જે.વી. ચૌધરીને વડોદરા મૂકાયા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરજ બજાવતા પીઆઈ એસ.એમ. સોલંકીને રાજકોટ, દ્વારકા એસઓજીના પીઆઈ કે.કે. ગોહિલને રાજકોટ શહેરમાં, એલસીબી પીઆઈ બી.જે. સરવૈયાને અમદાવાદ શહેરમાં, ટી.સી. પટેલ તથા સી.એલ. દેસાઈને સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સમાં, પી.એ. પરમારને સિવિલ ડીફેન્સમાં, આર.બી. સોલંકીને જામનગર મૂકવામાં આવ્યા છે. જ્યારે જામનગરથી પીઆઈ એમ.બી. ગજ્જર, રાજકોટથી કે.જે. કરપડા, અમદાવાદ ગ્રામ્યમાંથી એચ.જી. રાઠોડ, બોટાદથી એસ.આર. ખરાડી, એમ.જી. જાડેજા, પોરબંદરથી એસ.એસ. ગામેતી, ઈન્ટેલીજન્સમાંથી પીઆઈ જે.એમ. ચાવડાને, પીટીએસ-વડોદરામાંથી એસ.ડી. ડાંગરને દ્વારકા જિલ્લામાં નિયુક્તિ મળી છે. તે ઉપરાંત આર.એન. હાથલીયા, કમલેશ ગળચર, ઘનશ્યામસિંહ પાવરા સહિતના અધિકારીઓ દ્વારકા જિલ્લામાં મૂકાયા છે.

ઉપરોક્ત બદલીઓમાં એસીબીમાં હાલમાં ફરજ બજાવતા ૧૮ પીઆઈની પણ બદલી કરવામાં આવી છે. આ અધિકારીઓને ફરજના સ્થળે ચાર્જ સંભાળવાનો રહેશે.

જામનગરથી બદલી પામેલા અધિકારીઓની જગ્યાએ બનાસકાંઠામાંથી એચ.બી. ધાંધલીયા, દ્વારકા જિલ્લામાંથી પીઆઈ આર.બી. સોલંકી, બનાસકાંઠાથી ડી.બી. પટેલ, ભુજથી એ.જી. પરમાર સહિતના અધિકારીઓ મુકવામાં આવ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh