Advertisement
Author: નોબત સમાચાર

બરવાળા-કાલાવડ બસને દાણીધાર ધામ સુધી લંબાવવા રજૂઆત

શ્રીનાથજી દાદાની જગ્યાના મહંત દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૯: બરવાળાથી કાલાવડ રૂટ પર દોડતી એસ.ટી. બસને દાણીધાર ધામ સુધી લંબાવવા શ્રીનાથજી દાદાની જગ્યાના મહંત સુખદેવદાસજી બાપુએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે. આ બસ બરવાળા ડેપોની છે અને બપોરે ૧ વાગ્યાનો સમય છે. જે કાલાવડ સુધી દોડે છે. કાલાવડ (શિતલા) તાલુકામાં દાણીધારમાં સંત ઉપવાસી બાપુની તપોભૂમિ ૪૦૧ વર્ષથી છે. અહીં પાંચસોથી વધુ ગાયોની ગૌશાળા છે. દરરોજ અઢીસો જેટલા યાત્રાળુ-શ્રદ્ધાળુ દર્શન-પ્રસાદ માટે આવે છે. જો આ બસને દાણીધાર ધામ સુધી લંબાવવામાં આવે તો શ્રદ્ધાળુઓ અહીં રાત્રિ રોકાણ કરી શકે અને ઉપયોગી બની રહેશે. આ ઉપરાંત આસપાસના ખીજડિયા, ટોડા, ફગાસ, સણોસરા ગામનો પણ ટ્રાફિક મળશે. આ બસનો નાઈટ હોલ્ટ દાણીધારમાં કરવા પણ માંગણી કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh