Advertisement
Author: નોબત સમાચાર

ભાટીયા પાસે હોટલમાંથી મળી ૨૩ લાખની વીજચોરીઃ કમ્પાઉન્ડીંગ ચાર્જ ફટકારાયો

હોટલ સંચાલક સામે નોંધાયો વીજચોરીનો ગુન્હોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૯: કલ્યાણપુરના ભાટીયા ગામના પાટીયા પાસે આવેલી એક હોટલમાં ગઈરાત્રે જામનગરથી દોડી ગયેલી પીજીવીસીએલની ચેકીંગ ટૂકડીએ હાથ ધરેલા ચેકીંગમાં રૂ।.૨૩ લાખની વીજચોરી ઝડપાઈ ગઈ છે. હોટલના સંચાલક સામે વીજચોરીનો ગુન્હો નોંધવા ઉપરાંત રૂ।.૧ લાખ ૪૦ હજારનો કમ્પાઉન્ડીંગ ચાર્જ પણ ફટકારાયો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામ પાસે આવેલી એક હોટલમાં વીજચોરી કરાઈ રહી હોવાની વિગતો જામનગર સ્થિત પીજીવીસીએલ વર્તુળ કચેરીને મળતા વીજ અધિકારીઓની એક ટીમ ગઈકાલે ચેકીંગ માટે ધસી ગઈ હતી.

ભાટીયા ગામના પાટીયા પાસે આવેલી રાધે હોટલમાં ચકાસણી કરવામાં આવતા ત્યાંથી વીજચોરી ઝડપાઈ ગઈ છે. આ હોટલમાં વીજ જોડાણ મેળવવામાં આવ્યું ન હોવા છતાં વીજળી વાપરવામાં આવતી હોવાથી રૂ।.૨૩,૦૨,૬૨૯નું બીલ ફટકારવામાં આવ્યું છે. તે ઉપરાંત હોટલના સંચાલક લક્ષ્મણભાઈ સોમાતભાઈ ગોજીયા સામે વીજચોરી અંગે ફોજદારી ગુન્હો નોંધવામાં આવ્યો છે. ચેકીંગ ટૂકડીએ રૂ।.૧ લાખ ૪૦ હજારનો કમ્પાઉન્ડીંગ ચાર્જ પણ ફટકાર્યાે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh