Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક શખ્સની શોધખોળઃ રૂ।.૮૪ લાખ ૧૪ હજારનો મુદ્દામાલ કબજેઃ
જામનગર તા. ૭: જામનગર-ખંભાળિયા રોડ પર મોટી ખાવડી ગામમાં આવેલી એક હોટલના રૂમમાં ઉતરેલા ચાર પંજાબી શખ્સ પોતાની સાથે હેરોઈનનો જથ્થો લાવ્યા હોવાની બાતમી પરથી ગઈકાલે તે હોટલમાં ત્રાટકેલી એસઓજીએ તલાશી લેતા આ શખ્સોના ઓરડામાંથી ૪૧૮ ગ્રામ હેરોઈન મળી આવ્યંુ હતું. ડ્રગ્સનો આ જથ્થો, સાત મોબાઈલ, રોકડ મળી કુલ રૂ।.૮૪ લાખ ૧૪ હજારનો મુદ્દામાલ કબજે કરાયો છે. આ શખ્સોએ પંજાબના જ અન્ય એક શખ્સનું સાગરિત તરીકે નામ આપ્યું છે.
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા મોટી ખાવડી ગામ પાસેની એક હોટલમાં બીજા રાજ્યમાંથી આવેલા કેટલાક શખ્સો પોતાની સાથે વેચવા માટે હેરોઈન (ડ્રગ્સ)નો જથ્થો લાવ્યા હોવાની બાતમી જામનગરના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના હર્ષદભાઈ, મયુરરાજસિંહ, ફિરોઝ ખફી, બલભદ્રસિંહ, ધર્મેન્દ્ર વૈષ્ણવને ગઈકાલે મળી હતી.
તે બાતમીથી પીઆઈ બી.એન. ચૌધરીને વાકેફ કરાયા પછી પીએસઆઈ એ.વી. ખેર તથા પી.પી. જાડેજાના વડપણ હેઠળની એસઓજી ટીમ મોટી ખાવડી ધસી ગઈ હતી. ત્યાં આવેલી હોટલ ૬૬૬માં ચકાસણી કરાતા ત્યાં રૂમ નં.૨૦૨માં ચાર પરપ્રાંતીય શખ્સ ઉતર્યા હોવાની વિગત મળી હતી. તેથી એસઓજી ટીમે ૨૦૨ નંબરના રૂમમાં દરોડો પાડ્યો હતો.
ત્યાંથી પંજાબ રાજ્યના અમૃતસર જિલ્લાના અજનાલા તાલુકાના સારંગરા ગામના વિશાલસિંઘ જશવીરસિંઘ મટુ, હરપ્રિતસિંઘ તેગાસિંઘ મજવી, અમૃતસર જિલ્લાના બાબા બકાલા તાલુકાના ગગરબાના ગામના બ્રિકમજીતસિંઘ અમરજીતસિંઘ મજવી, જગદીપસિંઘ લખબીરસિંઘ ખેરા ઉર્ફે જગ્ગી નામના ચાર શખ્સ મળી આવ્યા હતા. આ શખ્સો પાસેથી ૪૧૮ ગ્રામ હેરોઈનનો જથ્થો કબજે કરાયો છે. અંદાજે રૂ।.૮૩ લાખ ૬૦ હજારની કિંમતના હેરોઈન તેમજ સાત મોબાઈલ, વજનકાંટો, એક થેલો અને રૂ।.૧૮પ૦૦ રોકડા મળી કુલ રૂ।.૮૪ લાખ ૧૪ હજારનો મુદ્દામાલ ઝબ્બે લેવાયો છે.
આ શખ્સોની કરાયેલી પ્રાથમિક પૂછપરછમાં પોતાના પાંચમા સાગરિત અમૃતસર જિલ્લાના અજનાલા તાલુકાના બોપારાઈ ગામના વતની ફિલિપ્સ ઉર્ફે ફૌજીનું નામ આપ્યું છે. પાંચેય શખ્સ સામે એનડીપીએસ એક્ટની કલમો હેઠળ મેઘપર પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ એ.વી. ખેરે ખુદ ફરિયાદી બની ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial