Advertisement
Author: નોબત સમાચાર

અલકાયદાના ટેરર મોડ્યુલની માસ્ટર માઈન્ડ મહિલા આતંકી સમા પરવીનની બેંગ્લુરૂથી ધરપકડ

આ પહેલા ઝડપાયેલા ચાર આતંકીઓના સંપર્કમાં હતીઃ વિવાદીત વીડિયો અપલોડ કર્યા હતાં

                                                                                                                                                                                                      

બેંગ્લુરૂ તા. ૩૦: ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. અલ કાયદા ટેરર મોડ્યુલની માસ્ટર માઈન્ડ મહિલાની બેંગ્લુરૂથી ધરપકડ કરવામાં આવી છે.

ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડએ આતંકવાદ વિરૂદ્ધની લડાઈમાં વધુ એક મોટી સફળતા મેળવી છે. એટીએસ એ મંગળવારે અલકાયદા સાથે સંકળાયેલી ૩૦ વર્ષિય મહિલા સમા પરવીનની બેંગ્લુરૂથી ધરપકડ કરી છે. જે મૂળ ઝારખંડની છે અને હાલમાં બેંગ્લુરૂના હેબ્લબ વિસ્તારમાં તેના ભાઈ સાથે રહે છે, જે એક ખાનગી કંપનીમાં કામ કરે છે. પરવીન પર ઓનલાઈન પ્લટફોર્મ્સ પર જેહાદી દેશવીરોધી વીડિયો અપલોડ કરીને યુવાનોને જેહાદી બનાવવાનો આરોપ છે, જે તેણે કબુલ્યું હોવાનું જાણવા મળ્યું છે.

એટીએસ દ્વારા સમા પરવીન પાસેથી મહત્ત્વપૂર્ણ પુરાવા કબજે કરવામાં આવ્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે આ પહેલા ઝડપાયેલા ચાર આતંકવાદીઓ સાથે પણ સંપર્કમાં હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત એટીએસના અધિકારીઓ સમાની પ્રવૃત્તિઓ પર બારિકાઈથી નજર રાખી રહ્યા હતાં. સમા પરવીન સોશિયલ મીડિયા અને કેટલીક શંકાસ્પદ એપ્લિકેશન દ્વારા અલકાયદાની વિચારધારા સાથે જોડાઈ હતી અને તેને ફેલાવવા સુધીની ગતિવિધિઓમાં સક્રિય હતી. એવી પણ આશંકા છે કે સમા પરવીન કેટલાક લોકોને સંગઠનમાં જોડીને કોઈ મોટા ષડ્યંત્રનો પ્લાન ઘડવાની તૈયારી કરી રહી હતી.

ગુજરાત એટીએસ એ સોશિયલ મીડિયાના માધ્યમ થકી અલકાયદાની વિચારધારા ફેલાવનારા ચાર આરોપીની ધરપકડ કરી હતી, જ ેમાં દિલ્હીથી ફરાસખાનામાં રહેતો મોહમ્મદ ફૈક, નઈડાના સેક્ટર ૬૩ થી ઝિશાન અલી, અમદાવાદના ફતેહવાડીથી મોહમ્મદ ફરદીન અને અરવલ્લી જિલ્લાના મોડાસાથી સેફુલ્લા કુરેશીને ઝડપી પાડવામાં આવ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh