Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માતાની ફરિયાદ પરથી નશામાં રહેલા શખ્સની અટકઃ
જામનગર તા. ૧૩: જામનગરના ગુલાબનગર ઓવરબ્રિજ પાસેથી એક શખ્સ ઈંગ્લીશ દારૂના પાંચ ચપલા સાથે અને જામજોધપુરમાંથી એક શખ્સ ત્રણ ચપલા સાથે ઝડપાઈ ગયો છે. નશાની હાલતમાં રહેલા એક શખ્સને પોલીસે તેની માતાની ફરિયાદ પરથી ગુન્હો નોંધી અટકાયત કરી છે.
જામનગરના ગુલાબનગર નજીક આવેલા ઓવરબ્રિજની બાજુમાં યોગેશ્વરનગર રોડ પરથી શનિવારે બપોરે પસાર થઈ રહેલા હાપા ગામના ભાવેશ હસમુખભાઈ ખેતાણી નામના શખ્સને પોલીસે શકના આધારે રોકાવી તેની તલાસી લેતા આ શખ્સ પાસેથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂના પાંચ ચપલા મળી આવ્યા હતા.
જામજોધપુર શહેરમાં આવેલા મીની બસ સ્ટેન્ડ પાસેથી શનિવારે સાંજે પસાર થઈ રહેલા જામજોધપુરના અનિલભાઈ ઉર્ફે જગાભાઈ જીવનભાઈ કવૈયા નામના પ્રૌઢને પોલીસે શકના આધારે રોકાવી ચેક કરતા તેની પાસેથી ઇંગ્લિશ દારૂના ત્રણ ચપલા મળી આવ્યા હતા. પોલીસે અંદાજે રૂ।.૯૦૦ની કિંમતના ચપટા કબજે કરી અનિલભાઈની ધરપકડ કરી છે.
જામનગરની આરાધના સોસાયટીની શેરી નં.રમાં રહેતો અનિલ નાનજીભાઈ કણજારીયા નામનો ૩૨ વર્ષનો યુવાન શનિવારે રાત્રે નશાની હાલતમાં પોતાના ઘર તરફ આવતો હતો ત્યારે પોલીસે તેને પકડી પાડ્યો હતો. પોલીસે તેના માતા મોંઘીબેનની ફરિયાદ પરથી અનિલ સામે ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial