Advertisement
Author: નોબત સમાચાર

જામનગરથી જાન જૂનાગઢ જવા રવાના થઈ'ને મારગમાં યાદ આવ્યું 'દાગીનાની બેગ ક્યા?'

ઉતારો મેળવાયો હતો તે વાડીના રૂમમાંથી જ મળી આવી બેગઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૦: જામનગરના એક જ્ઞાતિના લોકો જૂનાગઢ પુત્રીને પરણાવવા માટે રવાના થયા પછી ચાલુ રસ્તે દાગીનાની બેગ ક્યા છે તેવી ચિંતા ઉદ્ભવી હતી અને બેગ શોધવામાં આવી હતી. આ બેગ જામનગર જ્યાં વાડીમાં ઉતારો લેવાયો હતો ત્યાંથી જ ગઈકાલે મળી આવી છે અને તમામ લોકોએ હાશકારો અનુભવ્યો છે.

જામનગરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં આવેલી એક મહાજન વાડીમાં યોજવામાં આવેલા એક જ્ઞાતિના લગ્ન પ્રસંગમાં શનિવારે માનપક્ષના લોકો લગ્નમાં મ્હાલવા માટે જામનગરથી જૂનાગઢ જાન લઈને રવાના થયા પછી થોડુ અંતર કપાયું ત્યારે દાગીના ભરેલી બેગ ક્યાંક રહી ગઈ હોવાની જાણ થઈ હતી.

જાનૈયાઓએ સમગ્ર બસમાં શોધખોળ કરવા છતાં બેગ મળી ન હતી. તેથી શોધ યથાવત રાખવામાં આવી હતી. શનિવારે જુનાગઢ પહોંચ્યા પછી ગઈકાલે ત્યાંથી જ્યારે જામનગર આવવા માટે માનપક્ષના લોકો નીકળ્યા પછી પંચેશ્વર ટાવર સ્થિત વાડીએ પહોંચ્યા હતા અને ત્યાં રાખવામાં આવેલા રૂમમાં શોધખોળ કરાતા ત્યાંથી જ દાગીનાની બેગ મળી આવતા તમામ લોકોએ હાશકારો અનુભવ્યો હતો. જૂનાગઢ જવાની ઉતાવળમાં તે બેગ બસમાં સાથે લઈ જવાની બદલે ત્યાં જ ભુલાઈ ગઈ હતી અને સહી સલામત મળી આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh