Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે

રેલી-સ્વાગત-સંમેલન સહિતના કાર્યક્રમોઃ

                                                                                                                                                                                                      

ખંભા  ળીયા તા. ૨૫: ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પ્રથમ વખત દેવભૂમિ દ્વારકા જિલ્લાના બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે. તા. ૨૬-૩-૨૬ના રાત્રે વંદે ભારત ટ્રેઈનમાં દ્વારકા રેલવે સ્ટેશને તેમનું આગમન થશે. જ્યાં જિલ્લા ભાજપ તથા દ્વારકાના કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત થશે. રાત્રિ રોકાણ તેઓ દ્વારકા સરકીટ હાઉસમાં કરશે.

તા. ૨૭ના સવારે સરકીટ હાઉસમાં ભાજપના સિનિયર કાર્યકરો સાથે નાસ્તા બેઠક કરીને સવારે ૯ વાગ્યે તેઓ દ્વારકાધીશ દર્શને જશે.ં

સવારે ૯:૩૦ વાગ્યે દ્વારકાથી જગદીશ વિશ્વકર્મા બસો, ફોરવ્હીલની વિશાળ રેલી સાથે ખંભાળીયા પહોંચશે, જ્યાં મહારાણા પ્રતાપની પ્રતિમા પાસે રાજપૂત સમાજ દ્વારા તેમનું સ્વાગત થશે. એક હજાર બાઈક સવાર યુવાનો રેલી કાઢીને તેમને દ્વારકેશ કમલમ ભાજપ કાર્યાલયમાં પહોંચાડશે. કાર્યાલયમાં વિવિધ બાર જ્ઞાતિઓ દ્વારા તેમનું સ્વાગત થશે. કાર્યાલય નિરીક્ષણ અને કાર્યકર્તા સંમેલન થશે. બપોરે બૌદ્ધિક નાગરિકો સાથે બેઠક અને જિલ્લા મુખ્ય ટીમ સાથે ખાનગી બેઠક યોજાશે. ત્યાંથી ભાજપના બુથ પ્રમુખના નિવાસ સ્થાને ભોજન લઈને બપોરે તેઓ દ્વારકા પરત જવા રવાના થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh