Advertisement
Author: નોબત સમાચાર

જામનગર મહાનગર પાલિકાની પાણી ચાર્જની રૂ।. ૧૪૨ કરોડની વસુલાત બાકી!

ખર્ચમાં અવ્વલ અને વસુલાતમાં નબળી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૫: જામનગર મહાનગર પાલિકા દ્વારા શહેરમાં પાણી વિતરણ કરવામાં આવે છે જેનો વાર્ષિક ચાર્જ વસુલવામાં આવી રહ્યો છે. પરંતુ મહાનગર પાલિકા દ્વારા નબળી વસુલાતના કારણે ચાર્જ પણ રૂ।. ૧૪૨ કરોડની રકમની વસુલાત બાકી છે.  જામનગર મહાનગર પાલિકાની વોટર વર્કસ શાખાની વસુલાત કામગીરી અત્યંત નબળી છે. શહેરમાં અગાઉનાં ૨૧ વોર્ડ મુજબ વોર્ડ પ્રમાણે બાકી વસુલાતની વિગતો બજેટમાં રજુ કરવામાં આવી છે.

જેમાં કાર્પેટ બેઈઝ, રેન્ટ બેઈઝ, પદ્ધતિ અને સ્લમ એમ ત્રણ વિગતની મળી આજ સુધીમાં રૂ।. ૧૪૨ કરોડ ૪૯ લાખ, ૭૮ હજાર ૬૩૭ની વસુલાત બાકી રહે છે. જેમાં વોર્ડ નંબર-૧ની રૂપિયા ૪૨૭૫૮૦૩૦, વોર્ડ નં.૨ની રૂ।. ૧૫,૨૮,૯૫,૩૮૪, વોર્ડ નં. ૩ની રૂ।. ૩૯૭૯૯૫૮૩, વોર્ડ નં. ૪માં ૪૮૩૦૮૭૫૭, વોર્ડ નં. ૫માં ૮૩૭૨૨૮૫૩, વોર્ડ નં. ૬ની રૂ।. ૨૬૯૭૯૭૭૫૬, વોર્ડ નં. ૭માં ૩૦૨૨૮૮૯૯, વોર્ડ નં. ૮માં રૂ।. ૨૫૬૬૦૬૭૨, વોર્ડ નં. ૯ના રૂ।. ૨૪૬૩૦૮૧૫, વોર્ડ નં. ૧૦માં ૯૭૦૦૨૧૯૭, વોર્ડ નં. ૧૧માં ૨૨૩૮૩૭૫૨, વોર્ડ નં. ૧૨માં રૂ।. ૭૦૧૬૦૪૧૭, વોર્ડ નં. ૧૩માં ૧૬૧૬૮૫૧૦૩, વોર્ડ નં. ૧૪માં રૂ।. ૫૩૬૨૮૩૬૮, વોર્ડ નં. ૧૫માં રૂ।. ૧૦૬૫૪૫૭૦૨, વોર્ડ નં. ૧૬માં રૂ।. ૮૫૦૮૩૬૯૬, વોર્ડ નં. ૧૭માં રૂ।. ૧૨૮૧૬૯૧૬૩, વોર્ડ નં. ૧૮માં રૂ।. ૬૯૧૫૯૬૯૫, વોર્ડ નં. ૧૯નાં રૂ।. ૩૪૫૪૨૮૩૩, વોર્ડ નં. ૨૫ના રૂ।. ૧૨૧૧૫૩૬૬૯ અને વોર્ડ નં. ૨૬ ના રૂ।. ૬૬૧૨૯૩ની વસુલાત હજુ પણ બાકી છે.

આમ કારપેટ બેઈઝ મુજબ ૭૮૭૧૫ આસામીની કુલ રૂ।. ૯૧૬૭૩૫૬૧૦, રેન્ટ બેઈઝ મુજબ ૭૩૫૪ આસામીની રૂ।. ૨૧૯૫૯૩૫૨૫ અને સ્લમના ૨૨૦૦૮ આસામીની રૂ।. ૨૮૮૬૪૦૫૦૨ની વસુલાત કરવાની બાકી રહે છે. એટલે કે તમામ મળીને કુલ ૧૦૮૦૭૭ આસામી પાસેથી રૂ।. ૧૪૨, ૪૯, ૭૮૬૩૭ની વસુલાત કરવાની બાકી નીકળે છે. આટલી મોટી રકમની વસુલાત કરવાની બાકી રહે છે. તે દર્શાવે છે કે વોટર વર્કસ શાખાની વસુલાત કામગીરી અત્યંત નબળી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh