Advertisement
Author: નોબત સમાચાર

લોહીના બધા રોગો કેન્સર નથી હોતા અને બધા કેન્સર અસાધ્ય નથી હોતા : ડો. નિરાલી ચંદન

                                                                                                                                                                                                      

લોહી એ આપણા શરીરની જીવાદોરી છે, તે ઓક્સિજન અને પોષક તત્ત્વો આપણા શરીરમાં પહોંચાડે છે અને ચેપ સામે લડે છે. પરંતુ જયારે તે લોહી રોગનો શિકાર બને ત્યારે જીવનનું દરેક પગલું મુશ્કેેલ બની જાય છે.પરંતુ જો વહેલી તપાસ, નિદાન અને સારવાર કરાવવામાં આવે તો લોહીના રોગોનો સંપૂર્ણ ઈલાજ    શકય છે.

રાજકોટ કેન્સર સોસાયટી (નાથાલાલ પારેખ કેન્સર ઈન્સ્ટિટયુટ) ના નિષ્ણાત હિમાટોલોજીસ્ટ (લોહીના રોગોના નિષ્ણાંત) ડો. નિરાલી ચંદન એ લોહીના રોગો વિશે માહિતી આપતા જણાવેલ કે બધા લોહીને લગતા રોગો કેન્સર નથી અને બધા કેન્સર અસાધ્ય નથી હોતા.

લોહીના રોગો ક્યા છે ?

જો આંકડા જોઈએ તો ભારતમાં દર વર્ષે ૧,૦૦,૦૦૦ થી વધુ નવા લોહીના કેન્સરના કેસો જોવા મળે છે. જેમાં લગભગ ૧૦% લ્યુકેમિયા, ૪૦% નોન-હોજકિન લિમ્ફોમા (લસિકા ગ્રંથીનું કેન્સર) અને ૧૦% હોજકિન લિમ્ફોમા (લસિકા ગ્રંથી તથા વિવિધ અંગોમાં દેખાય છે) કેસોનો સમાવેશ થાય છે. તથા ગુજરાતમાં વાર્ષિક લગભગ ૫૦૦૦ લોહીના કેન્સરના કેસો નોંધાય છે.જયારે થેલેસેમિયા જેવા નોન-કેન્સર વિકારો હજારો દર્દીઓમાં જોવા મળે છે, અને સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં જ ૪૦% નોંધાયેલા દર્દીઓ (૨૧૬૮ માંથી ૪૦%) છે, વાસ્તવિક સંખ્યા લગભગ ૭૦૦૦ થી ૮૦૦૦ હોય શકે છે.

કેન્સર વિનાના લોહીના રોગો ક્યા છે ?

કેન્સર વિનાના લોહીના રોગો જેમાં ૧.એનીમીયા (ઓછું હિમોગ્લોબીન) જેના કારણોમાં વિટામિન બી-૧૨ નો ઘટાડો, આયર્નનો ઘટાડો, અત્યંત સક્રિય રોગપ્રતિકારક શકિત, તથા ૨. બધા કણો (શ્વેતકણ, રકતકણ, પ્લેટલેટસના કણ) ઓછા થવા જેના કારણોમાં અત્યંત સક્રિય રોગપ્રતિકારક શક્તિ અથવા બોનમેરો નિષ્ફળ થવાની શક્યતા રહે છે. તથા ૩. અન્ય લોહીના રોગો જેમાં લોહી ગંઠાવવામાં તકલીફ (હિમોફીલીયા), હિમોગ્લોબીન ઠીકથી ન બનવું (સીકલ સેલ એનીમીયા), ૪. રોગપ્રતિકારક શક્તિનો અભાવ જેવા રોગોનો સમાવેશ થાય છે.

લોહીના રોગના સામાન્ય લક્ષણો કયા છે ?

જેમાં જીભમાં બળતરા, મોઢામા ચાંદા, શ્વાસ ફુલવો, પીળી ત્વચા, ચક્કર આવવા, આરામ પછી પણ સતત થાક લાગવો અથવા નબળાઈ લાગવી, વારંવાર ચેપ લાગવો, અકારણ તાવ અથવા ન રૂજાતા ઘા, પેઢા તથા નાકમાંથી લોહી નીકળવું, ચામડી પર લાલ-જાંબલી ચાંભા, લસિકા ગ્રંથિઓમાં સોજા આવવા, અકારણ વજન ઘટવું અથવા રાત્રે પરસેવો થવો જેવા લક્ષણોનો સમાવેશ થાય છે.

તબીબની સલાહ      ક્યારે લેવી ?

જો ઉપરોકત લક્ષણો બે અઠવાડીયાથી વધુ દેખાય ત્યારે અથવા પરિવારમાં વારસાગત આવી કોઈ બીમારી હોય ત્યારે તરત જ તબીબની સલાહ લો.

અંતમાં ડો.નિરાલી ચંદને જણાવેલ કે લોહીના રોગો દુર્લભ નથી : વહેલી તકે પકડાય તો સારવાર શકય છે, તેથી સમયસર જાગૃત બનો, તપાસ કરાવો, ચોકકસ સારવાર કરાવો અને લોહીની ગુણવત્તા જાળવો, જીવનની ગુણવત્તા આપોઆપ જળવાઈ રહેશે.

રાજકોટ કેન્સર સોસાયટીમાં તમામ પ્રકારના કેન્સર તથા લોહીના અન્ય રોગો સામે લડત આપવા નિષ્ણાત તબીબો, નવીનતમ સારવાર પદ્ધતિઓ અને સાધનો ઉપલબ્ધ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh