Advertisement
Author: નોબત સમાચાર

રાજકોટમાં યુવતીને હોટલમાં ગોંધી રાખવાના ગુન્હામાં સંડોવાયેલા શખ્સની કરાઈ અટકાયત

 દ્વારકા એસઓજીએ દબોચી રાજકોટ પોલીસને સોંપ્યોઃ

                                                                                                                                                                                                      

 જામનગર તા. ૩: ખંભાળિયા તાલુકાના આંબરડી ગામના વતની અને હાલમાં રાજકોટ રહેતા એક શખ્સ સામે એક યુવતીને ડરાવી-ધમકાવી એક હોટલમાં લઈ જઈ કેફી પ્રવાહી પીવડાવી ગોંધી રાખ્યાનો ગુન્હો રાજકોટ પોલીસે નોંધ્યો હતો. આ શખ્સને દ્વારકા એસઓજીએ ભાણવડ નજીકથી પકડી પાડ્યો છે.

દેવભૂમિ દ્વારકાના એસઓજી સ્ટાફ દ્વારા પીઆઈ કે.કે. ગોહિલની સુચનાથી ભાણવડ પંથકમાં કરાઈ રહેલા પેટ્રોલિંગમાં વિક્રમ સોમાતભાઈ ભાટીયા નામના શખ્સના સગડ મળ્યા હતા.

મૂળ ખંભાળિયા તાલુકાના આંબરડી ગામના વતની અને હાલમાં રાજકોટમાં નોકરી કરતા વિક્રમ સામે તાજેતરમાં રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક યુવતીને લલચાવી ફોસલાવી પોતાની સાથે લઈ ગયા પછી ગોંધી રાખવાનો ગુન્હો નોંધાયેલો હતો. આ શખ્સ ભાણવડના મોરઝર ગામના રસ્તા પરથી આવતો હોવાની બાતમી પરથી એસઓજી ટીમે આ શખ્સની અટકાયત કરી તેનો કબજો રાજકોટ શહેર પોલીસને સોંપી આપ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh