Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ વખત
જામનગર તા. ૧૮: જામનગરમાં સ્ટે હેલ્થ ફીઝીયોથેરાપી સેન્ટરના ઉપક્રમે ફીઝીયોથેરાપી નિષ્ણાત ડો. મારીશા દ્વારા ધનવન્તરી ઓડીટોરીયમમાં ગુજરાતમાં સૌપ્રથમ ફ્રી ફીઝીયોથેરાપી સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૫૦૦ થી વધુ લોકોએ ભાગ લીધો હતો. અને ડો. મારીશાએ ઉપસ્થિતો સાથે સીધો સંવાદ કર્યો હતો. લોકોએ પોતાને મુંઝવતા પ્રશ્નોના જવાબ પ્રાપ્ત કર્યા હતા. જુદા જુદા દર્દોને સાંકળીને બાર જેટલા નાટયરૂપાંતરો દ્વારા નિદાન અંગે સચોટ ઉપાયો સૂચવ્યા હતા.
સેમિનારમાં ફીઝીયોથેરાપી સારવાર મેળવી ચુકેલા અને હાલમાં સ્વસ્થ તેમજ ખુશી જીવન જીવી રહેલા લોકો સાથે પણ સીધો સંવાદ કરવામાં આવ્યો હતો. આ સેમીનારમાં ગરદન, કમર, ઘુંટણના દુઃખાવાઓ વિશે સંખ્યાબંધ પ્રશ્નો પુછવામાં આવ્યા હતા, જેના ડો. મારીશા દ્વારા સંતોષજનક પ્રત્યુત્તર આપવામાં આવ્યા હતા. સેમીનારમાં જામનગરના જાણીતા ગાયનેકોલોજીસ્ટ ડો. દિપક ભગદે, મીનાબેન ભગદે, ડો. સાગર બુમતરીયા, પ્રિતીબેન કોટક, મેહુલભાઈ જોબનપુત્રા વિગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
સેમીનારને સફળ બનાવવા માટે ડો. મારીશા સાથે ડો. પાયલ ભાંભી, ડો. પ્રિન્સી મહેતા, ડો. પૂજા મણીયાર, ડો. હેમાંગી ગોહેલ, ડો. શ્રેયા વરસોવા, ડો. યાશ્વી મોરઝરીયા, ડો. અવની વિસરોલીયા, ડો. દેવ શાહ ઉપરાંત વૈભવી, દિયા, પ્રતિક્ષા, વર્ષા, પાયલ, કિંજલ, માનસી, વિવેક, વૈભવ અને રૂદ્ર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial