Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ગઈકાલે અને આજે હાલારમાં માવઠું: ચોમાસા જેવા વાદળોઃ ઠંડક પ્રસરી
હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા બે દિવસથી મેઘાવી માહોલ જળવાયો છે. ગઈકાલે હાલાર પંથકમાં માવઠું વરસ્યા પછી આજે પણ વાતાવરણમાં જબરો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, અને જામનગર શહેરમાં સવારે જોરદાર માવઠું વરસ્યા પછી ધીમી ધારે થોડીવાર વરસાદ ચાલુ રહ્યો હતો. હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી હતી, જે મુજબ છેલ્લા બે દિવસથી હાલાર પંથકમાં વાતાવરણ પલટાયું છે. જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે, અને વાતાવરણમાં અંધારૂ છવાયું હોવાનું જોવા મળ્યું છે. ગઈકાલે બપોરે દેવભૂમિ દ્વારકા પંથકમાં પણ જોરદાર માવઠું વરસ્યું હતું, જેમાં કેટલાક ગામોમાં તો ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો અને પાણી વહેતા થયા હતાં. ગઈકાલે દ્વારકામાં અડધો ઈંચ, ખંભાળિયામાં પોણો ઈંચ અને કલ્યાણપુર પંથકમાં ભરચોમાસુ જામ્યું હોય તેમ સવા ઈંચ જેટલો વરસાદ થયો હતો. આ ઉપરાંત ઓખા, ભાટિયા, મીઠાપુરમાં પણ ઝાપટાના સમાચારો મળી રહ્યા છે. દ્વારકા-મીઠાપુર પંથકમાં આજે સવારે પણ માવઠું થયું છે. ભાણવડમાં પણ વરસાદના વાવડ છે. હજુ પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ભાણવડના અમારા પ્રતિનિધિ જણાવે છે કે, ગઈકાલે વાતાવરણ બદલાયા પછી ગાજવીજ સાથે વરસાદ વરસતા ખેડૂતોનો શ્વાસ અદ્ધર થઈ ગયા હતાં. વરસાદના કારણે ખેડૂતોના ખેતરમાં રહેલ પાક, ઘાંસચારાના ઢગલા પલળી ગયા છે. જામનગર જિલ્લામાં પણ ગઈકાલે માવઠાની અસર જોવા મળી હતી. ગઈકાલે જામનગર શહેરમાં છાંટા પડ્યા હતાં તોલાલપુર પંથકમાં પણ માવઠાના વાવડ છે. આજે સવારે પણ જામનગરમાં વાતાવરણ ગોરંભાયેલ હતું અને છાંટા વરસ્યા પછી જોરદાર ઝાપટું વરસ્યું હતું. આ પછી પણ ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. હજુ પણ વાતાવરણ ગોરંભાયેલ છે અને માવઠું થઈ શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial