Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ૧૬ લાખથી વધુનો ગેરકાયદે અનાજનો જથ્થો તથા મુદ્દામાલ જપ્ત કરાયો

પુરવઠા વિભાગ દ્વારા ચોખા, ઘઉં, બાજરી, ચણા જપ્તઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. રઃ જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ મામલતદાર, જામનગર શહેર અને જિલ્લા પુરવઠા કચેરીની ટીમે ગુલાબનગર-હાપા રોડ ઓવરબ્રીજ પાસેના ડમ્પયાર્ડ પાછળ આવેલ મંદિરના ખુલ્લા મેદાનમાં દરોડો પાડ્યો હતો. આ આકસ્મિક તપાસણીમાં છૂટક ફેરિયાઓ મારફત ખરીદી કરી ગેરકાયદેસર રીતે સંગ્રહ કરવામાં આવેલો અનાજનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

ઝડપાયેલા અનાજમાં ર૬,રપ૦ કિલોગ્રામ ચોખા કે જેની બજાર કિંમત રૂ. ૧૦,ર૩,૭પ૦, ૧૩,૯૯૦ કિલોગ્રામ ઘઉં જેની બજાર કિંમત રૂ. ૩,૭૭,૭૩૦, ૩૯૦ કિલોગ્રામ બાજરી જેની કિંમત રૂ. ૧૦,પ૩૦ અને ૩૦૦ કિલોગ્રામ ચણા બજાર કિંમત રૂ. ૧૬,પ૦૦ નો સમાવેશ થાય છે. આ ઉપરાંત સ્થળ પરથી ૪ રિક્ષા, ૧ મોટરસાયકલ અને પ વજનકાંટા પણ જપ્ત કરવામાં આવ્યા હતાં.

આમ તંત્ર દ્વારા કુલ રૂ. ૧૬,પ૧,પ૧૦ નો મુદ્દામાલ સ્થગિત કરવામાં આવ્યો છે તેમજ તપાસ પૂર્ણ થયા પછી જવાબદારો સામે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જિલ્લા પુરવઠા અધિકારી, જામનગર દ્વારા જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh