ચિરવિદાય

રાજકોટ નિવાસી (મૂળ ભલસાણ બેરાજા) પ્રવિણભાઈ પ્રેમજીભાઈ ટંકારીયા અને લલીતાબેન પ્રવિણભાઈ  ટંકારીયા તે સ્વ. ગુણવંતભાઈના ભાઈ-ભાભી, સ્વ. બીનાબેન મહેશકુમાર ફુમકીયા, કેતનભાઈ,  મનીષભાઈના પિતા-માતા, ભગવાનજીભાઈ સવજીભાઈ સોલંકી (ધ્રોલ)ના જમાઈ-પુત્રીનું અવસાન થયું  છે. સદ્ગતનું બેસણું અને પિયરપક્ષની સાદડી તા. ૫-૨-૨૬ના સાંજે ૪ થી ૬ નીલકંઠ મહાદેવ મંદિર,  ભારતીનગર-૪, કોર્નર, રાજકોટમાં રાખવામાં આવી છે.

ખંભાળીયાઃ વિંઝલપરના મોડેલ શાળાના પ્રિન્સીપાલ શૈલેષભાઈ ઘેડીયા (ઉ.વ.૫૯)નું અવસાન થયું છે.  તેમણે અગાઉ જી.વી.જે. હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે ફરજ બજાવી હતી. ટૂંકી બીમારી પછી તેમનું  અવસાન થતાં શિક્ષણ જગતમાં શોકની લાગણી ફેલાઈ છે.

જામનગરઃ મોટા ગુંદાવાળા સ્વ. કનકરાય ગુલાબચંદ મહેતાના પત્ની તરલાબેન, તે જલ્પા, ફોરમ,  ભવ્યના માતા, હિરેનકુમાર, અમરકુમાર, પુર્વીના સાસુ, ધ્રાફાવાળા વનેચંદ નેમચંદ વોરાના પુત્રી તા. ૩  ના અરિહંતશરણ પામેલ છે. સદ્ગતનું ઉઠમણું તા. ૬-૨-૨૬, શુક્રવારે સવારે ૧૦ વાગ્યે મોટા  ઉપાશ્રય, ચાંદીબજાર, તથા પ્રાર્થનાસભા સવારે ૧૧ વાગ્યે અમૃતહોલ, અમૃતવાડી, જામનગરમાં  રાખવામાં આવી છે.

જામનગરઃ (મૂળ મોટા માંઢા) સ્વ. ગોમીબેન તથા સ્વ.કરમશીભાઈ વજાભાઈ ખીમસિયાના પુત્ર  જયંતિલાલ (ઉ.વ.૬૮) તે જ્યોત્સનાબેનના પતિ, વિશાલ, વૈશાલી, દીપાના પિતા, ઉર્વી-વિશાલ, મીરલ  નવીનચંદ્ર દોઢિયા (ગજણા), ચિરાગ બિપીનભાઈ હરિયા (સગપર)ના સસરા, સ્વ. મનસુખલાલ, સ્વ.  અશોકકુમાર, રંજનબેન નરેન્દ્રભાઈ (સિક્કા), સ્વ. પ્રજ્ઞેશ-નીલમ, નીરવ-લબ્ધિ, બિજલ  મનસુખલાલના કાકા, નિશિત-ક્રિષ્ના, આશિષ, સાવનના મોટાબાપા, ત્રિશલા, જશ, હેઝલ, જીનયના  દાદા, સ્વ. જયાબેન પાનાચંદ પૂંજા હરિયા (મોડપર-કરાચીવાળા)ના જમાઈ, અનિલાબેન કિશોરભાઈ  સુમરિયા (ડબાસંગ), હર્ષિદાબેન નવીનચંદ્ર દોઢિયા (ગજણા), વર્ષાબેન બીપીનભાઈ હરિયા  (સગપર)ના વેવાઈ તા. ૩-૨-૨૬ના અરિહંતશરણ પામ્યા છે. સદ્ગતની સાદડી તા. ૫-૨-૨૬ના  ગુરૂવારે સવારે ૧૦:૩૦ થી ૧૧:૩૦ દરમ્યાન આયંબિલ ભુવન, ઓશવાળ કોલોની, જામનગરમાં  રાખવામાં આવી છે.

close
Ank Bandh