Advertisement
Author: નોબત સમાચાર

ઈટ્રાના સ્વાદોત્સવ એક્સ્પોમાં આજથી આયુર્વેદિક ખાનપાન સાથે હર્બલ-કોસ્મેટિકનું પ્રદર્શન-સહ-વેંચાણ

પૂ. કૃષ્ણમણિજી મહારાજના હસ્તે ઉદ્ઘાટનઃ નવોદિતો અને અનુભવી યુવાઓનું સંયોજન

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: આજથી ઈટ્રા જામનગરમાં બે દિવસીય આયુર્વેદ ક્રૂડ એક્સપોનું આયોજન થયું છે, જેમાં નવોદિત અને અનુભવી યુવાઓને પ્લેટફોર્મ મળ્યું છે. એક પ્રદર્શન ગેલેરીમાં વૈશ્વિક કક્ષાએ પરંપરાગત ચિકિત્સાઓની માહિતી અને રોચક બાબતો પ્રદર્શિત થઈ છે.

ભારત સરકારના આયુષ મંત્રાલય હેઠળની રાષ્ટ્રીય મહત્ત્વની સંસ્થા, જામનગર, આયુર્વેદમાં શિક્ષણ અને સંશોધન સંસ્થા, જામનગરમાં ૭ અને ૮ માર્ચ ર૦ર૬ ના 'આયુરસવાદોસ્ત્સવ ર૦ર૬'થી એક આયુર્વેદ આહાર-વાનગીને લગતો એક્સપો જામનગરની જનતા માટે ખૂલ્લો મૂકાયો છે. આજે ૧૦ વાગ્યે ધન્વન્તરિમાં ઈટ્રા સવાદોત્સવ એક્સપોનું ઉદ્ઘાટન પ્રણામી ધર્મની આચાર્ય પીઠ શ્રી પ નવતનપુરી ધામના ધર્માચાર્ય જગદ્ગુરુ અનંત વિભૂષિત શ્રી કૃષ્ણમણિજી મહારાજના વરદ્ હસ્તે થયું હતું. અન્ય મહાનુભાવોમાં ભારત સરકારના ચીફ કન્ટ્રોલર ઓફ એકાઉન્ટ, આરોગ્ય પરિવાર કલ્યાણના શ્રીમતી જસપાલ કૌર,ડો. જોગીન જોષી, ગુલાબકુંવરબા સોસાયટીના કીર્તિભાઈ ફોફરિયા, ડબલ્યુએચઓના ટેકનિકલ ઓફિસર ડો. વિનયકુમાર ઉપસ્થિત રહ્યા હતાં. ઈટ્રાના ડાયરેક્ટર પ્રો. તનુજા નેસરી જણાવે છે કે, ઈટ્રા ફાર્મસી શિક્ષણ વિભાગને રપ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે તા. ૭ અને ૮ માર્ચના ધન્વન્તરિ મેદાનમાં એક એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આયુર્વેદના સિદ્ધાંતોને આધારે વિવિધ પ્રકારના ખાનપાનના વ્યંજનોનો લાભ મેળવી શકાશે. સાથોસાથ ફાર્મસીના હાલના અને ભૂતપૂર્વ વિદ્યાર્થી દ્વારા આયુર્વેદ આધાર પર ઉત્પાદિત હર્બલ અને કોસ્મેટિક ચીજવસ્તુઓનું પ્રદર્શનસહઃ વેંચાણ પણ ઉપલબધ છે.

૩૦ હજાર ફૂટ જગ્યામાં વિશાળ એ.સી. ડોમ અને ૩ર પેગોડા (તંબુ) માં યોજાનાર આ આયુર્વેદ એક્સપોમાં પર જેટલા સ્ટોલ છે. ૧પ૦ પ્રકારની વિવિધ વાનગીઓ લોકોને સ્વાદ સ્વાસ્થ્યની દિવાનગી જગાવી રહી છે. લાઈવ ફૂડ આઈટમ પેકેજ ફૂડ આઈટમ, સૂપ, સ્ટાર્ટર, આરોગ્યપ્રદ પીણાઓ, આયુર્વેદ રેસીપી, કોસ્મેટિક અને હેલ્થ પ્રોડક્ટ્સનો પણ એક અલગ વિભાગ છે જેમાં ઈટ્રાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જેઓ સ્ટાર્ટઅપ અને ઈનવેશન કર્યું છે તેઓની ચીજવસ્તુઓનું વેંચાણ પણ ઉપલબ્ધ છે.

આ એક્સ્પો ભારત સરકારના વિવિધ પ્રકલ્પ વોકલ, ફોર લોકલ, સ્ટાર્ટઅપ ઈન્ડિયા, મેઈક ઈન ઈન્ડિયા, વિકાસ ભી વિરાસત ભી, હર પર સ્વદેશી, સ્કીલ ઈન્ડિયાને અનુમોદન અને પીઠબળ સમાન સાબિત થશે. આ એક્સપોની મુલાકાત લેનાર સૌ કોઈને આયુર્વેદ આહાર વિહાર, ખાનપાન, સ્વસ્થ જીવનશૈલી, પ્રકૃતિ પરીક્ષણ, શ્રમ પરીક્ષણ કરી આપવામાં આવી રહ્યું છે.

આ દરમિયાન ડબલ્યુએચઓની એક પ્રદર્શન ગેલેરી તૈયાર કરવામાં આવી છે, જ્યાં ગેલેરીમાં વૈશ્વિક કક્ષાએ પરંપરાગત ચિકિત્સાઓની માહિતી અને રોચક બાબતો વિષે મુલાકાતીઓને ડબલ્યુએચઓ જીટીએમસી દ્વારા માહિતગાર કરવામાં આવી રહ્યા છે. એક્સપોના સંયોજક તરીકે પ્રો. જોબન મોઢા જવાબદારી નિભાવી રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh