Advertisement
Author: નોબત સમાચાર

લાલપુરમાં ઈંગ્લીશ દારૂ:ના ચપલા સાથે સ્કૂટર ચાલક ઝડપાયોઃ અન્ય બેના નામ ઓકાવાયા

જામજોધપુરમાંથી ૨૦ ચપલા સાથે એકની ધરપકડઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: લાલપુર શહેરમાંથી એક સ્કૂટરમાં લઈ જવાતા ઈંગ્લીશ દારૂ:ના ર૧ ચપલા એલસીબીએ પકડી પાડી એક શખ્સની અટકાયત કરી છે. આ શખ્સે ભાણવડના મોરઝરના શખ્સનું નામ આપ્યું છે. જ્યારે જામજોધપુરમાં એક વાડામાંથી પોલીસે ૨૦ ચપલા ઝબ્બે લીધા છે. ઝડપાયેલા આરોપીએ અન્ય બેના નામ આપ્યા છે.

લાલપુર શહેરમાં ગઈકાલે સાંજે એક સ્કૂટરમાં ઈંગ્લીશ દારૂ:ની હેરાફેરી થતી હોવાની બાતમી મળતા પીઆઈ વી.એમ. લગારીયાની સૂચનાથી એલસીબી સ્ટાફ દ્વારા વોચ રાખવામાં આવી હતી. તે દરમિયાન રઝવી સ્કૂલવાળા રોડ પરથી એક સ્કૂટર પસાર થતાં તેને રોકી લેવામાં આવ્યું હતું.

આ સ્કૂટરની તલાશી લેવામાં આવતા તેમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબના ર૧ ચપલા મળી આવ્યા હતા. દારૂ:ના આ જથ્થા સાથે લાલપુરની તબેલા શેરીમાં રહેતા ઈમરાન સલીમભાઈ રાવકરડા ઉર્ફે રાણા નામના શખ્સની અટકાયત કરાઈ છે. સ્કૂટર સહિત રૂ:ા.પર૧૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ શખ્સે દારૂ:નો જથ્થો દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના મોરઝર ગામના અરજણ નામના શખ્સે આપ્યો હોવાની કબૂલાત કરી છે. બંને સામે લાલપુર પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવાયો છે.

જામજોધપુર શહેરમાં ગીંગણી જકાતનાકા નજીક રબારીપાડામાં રામાભાઈ નાથાભાઈ ભારાઈ નામના શખ્સના વાડામાં ગઈરાત્રે સ્થાનિક પોલીસે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડી તલાશી લેતા ત્યાંથી ઈંગ્લીશ દારૂ:ના ૨૦ ચપલા મળી આવ્યા હતા. ચપલા સાથે રામાભાઈ ભારાઈની ધરપકડ કરાઈ છે. તેણે જામજોધપુરના ભગવતીપરાવાળા યોગેશ ઝીકાભાઈ વાઢેર તથા બાલવા ગામના અજય બાવાજી પાસેથી ચપલા મેળવ્યાની કબૂલાત આપી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh