Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં તા. ૫ માર્ચે કેમ્પ યોજાશેઃ
જામનગર તા. ૨: શ્રી ગાયત્રી શક્તિપીઠ જામનગર અને શ્રી રણછોડદાસજી બાપુ ચેરી. હોસ્પિટલ રાજકોટના સંયુક્ત ઉપક્રમે સરૂ સેક્શન રોડ, શિવમ પેટ્રોલપંપની પાછળ, માસ્તર સોસાયટી, જામનગરમાં આવેલ શ્રી ગાયત્રી શક્તિપીઠના ત્રિપદા ભવનમાં જનતાના લાભાર્થે વિનામૂલ્યે શ્રી સદગુરૂ સુપર મેગા નેત્રમણિ નેત્રયજ્ઞ (ઓપરેશન સુવિધા સાથે)નું આયોજન ગુરૂવાર તા. ૦૫-૦૩-૨૬ના સવારે ૯ થી ૧૨ વાગ્યા દરમિયાન કરવામાં આવ્યું છે.
આ વિનામૂલ્યે નેત્રયજ્ઞમાં શ્રી સદગુરૂ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટના નિષ્ણાત ડોકટર તથા સ્ટાફ યોગદાન આપશે. આ નેત્રયજ્ઞમાં આંખના રોગોનું નિદાન કરી, જરૂરિયાતવાળા મોતિયાના દર્દીને બસમાં લઈ-જઈ આધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું વિનામૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવશે તથા વિનામૂલ્યે નેત્રમણિ પણ બેસાડી આપવામાં આવશે. દર્દીને રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, દવા, ટીપાં મફત આપવામાં આવશે. ઓપરેશન પછી દર્દીને શ્રી ગાયત્રી શક્તિપીઠ જામનગરના કેમ્પના સ્થળે પર મૂકવાની વ્યવસ્થા પણ રાજકોટની હોસ્પિટલ તરફથી કરવામાં આવશે.
આ દિવસે શ્રી ગાયત્રી શક્તિપીઠ જામનગરમાં કાયમી ધોરણે ચાલતા એક્યુપ્રેશર વિભાગ દ્વારા એક્યપ્રેશર કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલું છે. જેમાં શરીરના કોઈપણ અંગના દુઃખાવા માટે એક્યુપ્રેશર પદ્ધતિથી સારવાર આપવામાં આવશે તેમજ લાયન્સ ક્લબ વેસ્ટ જામનગરના સહયોગથી ડાયાબિટીસ તથા બીપીની તપાસનો કેમ્પ પણ રાખેલ છે. તેમજ દાંતના દર્દી માટે ડો. કુંજલબેન પટેલ સેવા આપશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial