Advertisement
Author: નોબત સમાચાર

જામ્યુકો દ્વારા આજથી ટાઉનહોલમાં સેવાસેતુ કાર્યક્રમનો પ્રારંભ

જિલ્લા પ્રભારી મંત્રી, ધારાસભ્ય, કલેક્ટર, ડે. મેયર સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં

                                                                                                                                                                                                      

રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને મળતો રહે તે હેતુથી ૧૧ મા તબક્કાના 'સેવાસેતુ' કાર્યક્રમ અંતર્ગત જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રથમ તબક્કામાં વોર્ડ નં. ૧ થી ૮ માટેના સેવાસેતુ કાર્યક્રમનો આજથી પ્રારંભ થયો છે, જેના પ્રારંભમાં જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, ડી.એમ.સી. દેવેન્દ્રસિંહ ઝાલા તથા જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ, જામનગર મહાનગરપાલિકાના અલગ અલગ વોર્ડના કોર્પોરેટરો વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં. આ સેવાસેતુ કાર્યક્રમમાં સરકારના અલગ-અલગ વિભાગોની યોજનાઓની સેવાઓ ઉપલબ્ધ કરાઈ છે. તેનો તબક્કાવાઈઝ નગરજનોએ લાભ લેવા મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ વોર્ડ નં. ૯ થી ૧૬ માટે આવતીકાલ તા. ૭-૩-ર૦ર૬ ને શનિવારના એમ.પી. શાહ મ્યુનિસિપલ ટાઉનહોલમાં સવારના ૯ થી પ વાગ્યા દરમિયાન સેવાસેતુ કાર્યક્રમ અવિરત ચાલુ રાખવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh