Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરઃ હાલાર વિશા શ્રીમાળી જૈન (હાલ મુંબઈ) સ્વ. રંભાબેન તથા સ્વ. ત્રિકમદાસ દામજી દોશીના પુત્ર ભગવાનદાસભાઈ (ઉ.વ.૯૦) તે સ્વ. કુસુમબેનના પતિ, અભયભાઈ, ગૌતમભાઈ, રાજીવભાઈના પિતા, વિભાબેન, પ્રીતિબેન,અશ્વિનીબેનના સસરા, આભા-શ્રેયાંશ, અરિહા-યાકોબ-વીઆના, શગુન-પાર્થ, રાજ-રિયા, શિવાની-શૈવલ, રયાનના દાદા, સ્વ. ધર્મદાસભાઈ શાહના ભાઈ, સ્વ. ફૂલચંદભાઈ તંબોલી (ભાવનગર)ના જમાઈનું તા. ૨૬-૩ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૨૮ના સાંજે ૪ થી ૬ દરમ્યાન કે.સી. કોલેજ ઓડિટોરિયમ, ચર્ચ ગેટ, મુંબઈમાં રાખવામાં આવી છે.
દ્વારકાઃ રમેશભાઈ રાયઠઠ્ઠા (ઉ.વ.૭૨) (રાધે એજન્સીવાળા) તે સ્વ.હરિદાસ આણંદજી રાયઠઠ્ઠાના પુત્ર, ભાવિનભાઈ, અમિતભાઈના પિતા, સ્વ. મંગલદાસ લક્ષ્મીદાસ બારાઈ (સલાયા)ના જમાઈ તા. ૨૬-૩ના શ્રીજી ચરણ પામ્યા છે. સદ્ગનું બેસણું તથા સસરાપક્ષની સાદડી તા. ૨૭ને શુક્રવારે સાંજે ૪:૩૦ થી ૫ દરમ્યાન મણીબેન ટાઉનહોલ, બાલમંદિર પાસે, દ્વારકામાં રાખવામાં આવી છે.
જામનગર (મૂળ પસાયા-બેરાજા) નિવાસી ભરતસિંહ જોરૂભા જાડેજા (ઉ.વ.૬૧) તે બાબભા, બટુકસિંહ જોરૂભા, ભીખુભા જીવુભા, રઘુભાના ભાઈનું તા. ૨૬ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૨૭ના શુક્રવારે સાંજે ૬ થી ૬:૩૦ દરમ્યાન રામેશ્વર મહાદેવ મંદિર, રામેશ્વરનગર, જામનગરમાં રાખવામાં આવ્યું છે.