Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૫હેલી એપ્રિલથી ઈન્કમ ટેકસના નિયમોમાં ફેરફાર
નવી દિલ્હી તા. ૨૮: જો કોઈ વેપારીએ એક દિવસમાં રૂ।. ૨ લાખથી વધુનું વેચાણ રોકડથી કર્યુ તો ઈન્કમટેકસ દંડ કરશે. તેમ જાણવા મળે છે.
તમામ કરદાતા રોકડના બદલે ઓનલાઈન જ વ્યવહાર કરે તેવા આશયથી રોકડના વ્યવહારમાં વ્યાપક ફેરફાર કરવામાં આવ્યા છે. તેને અમલ આગામી એક એપ્રિલથી લાગું કરવામાં આવશે. જેથી વેપારી એક દિવસમાં બે લાખથી વધુનું વેચાણ રોકડ પર કર્યું હોવાનું બતાવે તો ઇન્કમટેક્સ વિભાગ દ્વારા તેની સામે દંડનીય કાર્યવાહી કરશે તેવી જોગવાઈ કરવામાં આવી છે.
કાળાનાણાંની હેરફેર અટકાવવા માટે સરકાર દ્વારા રોકડના નિયમોમાં સમયાંતરે ફેરફાર કરતી હોય છે. તે અંતર્ગત આગામી એક એપ્રિલથી રોકડના નિયમોમાં મોટાપાયે ફેરફાર કરવામાં આવ્યો છે તેમજ તેનો કડક રીતે અમલ કરવામાં આવ્યો નહીં હોય તો દંડ ફટકારવામાં આવશે. કારણ કે કેટલાક વેપારીઓ રોકડમાં માલનું વેચાણ કર્યાનું ઈન્કમટેક્સ રીટર્નમાં દર્શાવતા હોય છે. પરંતુ હવેથી બે લાખથી વધુનું વેચાણ રોકડમાં કર્યું હોવાનું બતાવવામાં આવશે તો ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આવા વેપારી સામે કાર્યવાહી કરવાની છે. જોકે વેપારીઓ માટે એક વાતની રાહત એ પણ છે કે એક દિવસ માટેની આ મર્યાદા રાખવામાં આવી છે. આ ઉપરાંત વેપારીએ એક દિવસમાં વધુમાં વધુ ૧૦ હજાર રુપિયાનો ખર્ચ રોકડમાં કર્યો હશે તો તે માન્ય રાખવામાં આવશે. તેના કરતા વધુ ખર્ચ રોકડમાં કર્યાનું ચોપડા પર દર્શાવવામાં આવશે તો ઇન્કમટેક્સ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવો નિયમ લાગું કરી દેવામાં આવનાર છે.
ભાડે આપવામાં આવેલી મિલકતમાં જે પણ ભાડું નક્કી કરવામાં આવ્યું હોય તેમાં ત્રણ ભાડાની રકમ એડવાન્સમાં લેવામાં આવતી હોય છે. તે રકમ મોટાભાગે રોકડમાં લઇ લેવામાં આવતી હોય છે. પરંતુ હવે ૨૦ હજારથી વધુની રકમ રોકડમાં લીધી તો કાર્યવાહી કરાશે. જેથી રોકડમાં કરવામાં આવતા મોટાભાગના વ્યવહારો પર હવે નજર રખાશે. સુત્રો વધુમાં જણાવે છે કે મિલકત ખરીદીમાં ૨૦ હજારથી વધુની રકમ રોકડમાં આપી નહીં શકાય. આ અંગે ટેક્સ કન્સલટન્ટ નારાયણ શર્માએ જણાવ્યું હતુ કે મિલકતની નોંધણી માટેની મર્યાદામાં પણ વધારો કરીને પહેલા જે ૩૦ લાખ હતી. તે હવેથી ૪૫ લાખ કરી દેવામાં આવી છે. તેના કારણે મિલકત નોંધણી કરાવવા માટે હવેથી ૧૫ લાખની રકમમાં વધારો કરી દેવામાં આવ્યો છે.
કોઇ પણ વ્યક્તિ દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન એટલે કે નાણાકીય વર્ષમાં બે કરોડથી વધુની રકમ વેપાર માટે રોકડમાં બેંકમાંથી ઉપાડી હશે તો તેના પર બે ટકા લેખે ટીડીએસ ભરવાનું રહેશે. જ્યારે તેના દ્વારા આઇટી રીટર્ન ભરવામાં આવે ત્યારે તેની વિગતો રજુ કરવાની રહેશે. જો તે કાર્યવાહી કરવામાં નહીં આવી હોય તો કાર્યવાહી થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial