Advertisement
Author: નોબત સમાચાર

ગોકુલનગરમાં આઈપીએલની મેચ પર સટ્ટો રમતા બે શખ્સની કરાઈ ધરપકડ

બે શખ્સ વર્લીના આંકડા લખતા મળી આવ્યાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૯: જામનગરના ગોકુલનગરમાં એક શેરીમાંથી ગઈકાલે પોલીસે બે શખ્સને ક્રિકેટનો સટ્ટો રમતા પકડી પાડ્યા છે. જ્યારે સુભાષ શાક માર્કેટ તથા નાગર ચકલા નજીકથી પણ બે શખ્સ વર્લીનું બેટીંગ લેતા મળી આવ્યા છે. પોલીસે રોકડ, મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કરી લીધો છે.

જામનગરના ગોકુલ નગરમાં આવેલી સાયોના શેરીમાં ગઈકાલે રાત્રે બે શખ્સ પોતાના મોબાઈલમાં ક્રિકેટનો સટ્ટો રમતા હોવાની બાતમી પરથી સિટી સી ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે શેરી નં.૭માં દરોડો પાડ્યો હતો.

આ સ્થળે મોબાઈલમાં ગઈકાલની આઈપીએલની ટી-ટવેન્ટી મેચનો સ્કોર નીહાળી તેના પર સટ્ટો રમી રહેલા રાજ મહેશભાઈ ધોકીયા તથા ભાગ્યરાજસિંહ જીતેન્દ્રસિંહ રાયજાદા ઉર્ફે ભાગલા નામના બે શખ્સ મળી આવ્યા હતા. પોલીસે બે મોબાઈલ, રોકડ મળી રૂ।.૧૧,૫૮૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે.

જામનગરના સુભાષ શાક માર્કેટ વિસ્તારમાં ગઈકાલે સાંજે જાહેરમાં ઉભા રહી વર્લીના આંકડા લખતા ધર્મેન્દ્રભાઈ છગનલાલ ચૌહાણને પોલીસે પકડી પાડ્યા હતા. તેના કબજામાંથી રૂ।.૧૧,૨૫૦ રોકડા અને વર્લીના આંકડા લખેલી ચિઠ્ઠી કબજે કરાઈ છે. જ્યારે નાગર ચકલા નજીક સરાના કૂવાવાળી શેરીમાંથી મનોજભાઈ જયસુખભાઈ જડીયા ઉર્ફે મનુભાઈ નામના વ્યક્તિને પણ વર્લીનું બેટીંગ લેતા પકડી લેવામાં આવ્યો છે. રોકડ, બોલપેન, ચિઠ્ઠી ઝબ્બે લેવાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh