Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડના વેપારીએ ખેડૂતોની ઉપજ ખરીદ્યા પછી ૯૬ લાખથી વધુની રકમ ચૂકવ્યા વગર ભણ્યા પોબારા

ખેડૂતોએ તલ, મગફળી, ચણા વેચ્યા પછી ત્રણ મહિના સુધી ગલ્લાતલ્લા કરાયાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: કાલાવડના કુંભનાથપરામાં વસવાટ કરતા અને વર્ષાેથી ખેડૂતો પાસેથી તેઓની ઉપજ ખરીદવાનો વ્યવસાય કરતા એક આસામીને ત્રણેક મહિના પહેલાં સોરઠા ગામના એક ખેડૂત સહિત કેટલાક ખેડૂતો પાસેથી મગફળી, તલ, સફેદ ચણાનો રૂ।. ૯૬,૯૭,૬૦૧નો જથ્થો ખરીદ્યા પછી તેની રકમ ચૂકવવાની બદલે ગલ્લાતલ્લા કર્યા પછી પોબારા ભણી લેતાં તમામ ખેડૂતો વતી સોરઠા ગામના ખેડૂતે પોલીસમાં આ આસામી સામે ઠગાઈ, છેતરપિંડી, વિશ્વાસઘાત અંગે ફરિયાદ નોંધાવી છે.

કાલાવડ શહેરના કુંભનાથપરામાં વસવાટ કરતા દિલીપભાઈ નારદભાઈ સાવલીયા નામના વેપારીએ ત્રણેક મહિના પહેલાં કાલાવડ તાલુકાના સોરઠા ગામના કુલદીપ ગોરધનભાઈ કોઠીયા નામના ખેડૂત પાસેથી તેની ખેતપેદાશની ખરીદી કરી હતી. તે ઉપરાંત અન્ય ખેડૂતો પાસેથી પણ તેઓની જણસી વેચાતી રાખી હતી.

લાંબા સમયથી ખેડૂતો સાથે તેઓના ખેતપેદાશની ખરીદીનો વ્યવહાર ધરાવતા દિલીપભાઈ પર વિશ્વાસ રાખી ખેડૂતોએ પોતાની ઉપજ તેઓને વેચ્યા પછી ત્રણ મહિના વીતી ગયા હોવા છતાં દિલીપભાઈએ ખેડૂતોને ખેત ઉપજની ચૂકવવાની થતી રકમ ચૂકવી ન હતી.

ઉપરોક્ત રકમની ઉઘરાણી કરવા છતાં પૈસા ન ચૂકવતા દિલીપભાઈ સાવલીયા થોડા દિવસોથી લાપત્તા બની જતાં કુલદીપભાઈ સહિતના ખેડૂતોએ તેઓની તપાસ કરાવી હતી. તેમ છતાં આ વેપારીનો પત્તો નહી લાગતા આખરે કુલદીપભાઈએ કેટલાક ખેડૂતો વતી કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં રૂ।. ૮૪,૯૨,૨૦૪ની કિંમતની ૬૦૭૩.૮ મણ મગફળી, રૂ।. ૫,૮૦,૩૯૭ની કિંમતનો ૧૧૨ મણ તલનો જથ્થો, રૂ।. ૬,૨૫,૦૦૦ની કિંમતનો ૩૭૪ મણ સફેદ ચણાનો જથ્થો મળી કુલ રૂ।. ૯૬,૯૭,૬૦૧ની રકમ કુલદીપભાઈ તથા અન્ય ખેડૂતોને ન ચૂકવી છેતરપિંડી તથા વિશ્વાસઘાત આચરી ઠગાઈ કરી દિલીપભાઈ નારદભાઈ સાવલીયા નાસી ગયા છે તેમ જણાવાયું છે. પોલીસે બીએનએસની કલમ ૩૧૬ (ર), ૩૧૮ (૪) હેઠળ ગુન્હો નોંધ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh