Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયા શહેર-ગ્રામ્ય વિસ્તારોમાં ઠેરઠેર હોલિકા દહનઃ હુતાશણી પર્વની ઉમંગભેર ઉજવણી

જન્મેલા બાળકની પ્રથમ હોળી હોય, તેમાં હોળીની વાડની પરંપરા

                                                                                                                                                                                                      

ખંભાળીયા શહેર તથા ગ્રામ્ય ૫ંથકમાં હોળી પર્વની ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ખંભાળીયાની પ્રાચીન હોળીઓ ગાડીત પાડો, ગગવાણી ફળી, વારાહી ચોક, પાંચહાટડી તથા રામનાથ સોસાયટી, એસએનડીટી ગ્રાઉન્ડ સહિતના વિસ્તારોમાં આયોજનપૂર્વક મોટી સંખ્યામાં છાણા-લાકડા સાથે હોલીકા દહનના કાર્યક્રમો થયા હતાં. જેમાં રાત્રે મોટી સંખ્યામાં ભાવિકો પૂજા કરવા તથા પ્રદક્ષિણા કરવા માટે ઉમટ્યા હતાં. ખંભાળીયાા ગ્રામ્ય વિસ્તારો આંબાવાડી, બેડીયાવાડી, રાણાવાડી, નવી વાડી, હાપીવાડી, દેરામોરા વાડી, શીરૂ:વાડી રામનગર, ધરમપુરમાં પણ પ્રાચીન હોળીઓના સ્થળોએ ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતાં. આ હોળી જે નાના બાળકની પ્રથમ હોય તેમની હોળી ઉજવવા, વાડ કરવાના કાર્યક્રમો અનેક સ્થળે મોટી સંખ્યામાં યોજાયા હતાં. ઢોલ-નગારા તથા શરણાઈના સૂર સાથે બાળકને પિચકારીઓ તથા રંંગો સાથે શણગારીને તેના માતા-પિતા સાથે મામા દ્વારા બાળકને હોળી દર્શન-પૂજા કરાવવાના કાર્યક્રમોમાં કેટલાયે સ્થળે ફૂલેકું ડી.જે. પાર્ટી, ઢોલ-નગારા સાથે ભવ્ય ઉજવણી અને ભોજન સમારંભો યોજાયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh