Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાતની ભક્તિ અને ગૌરવની મહાગાથા સાથે ગુજરાતી ડ્રામાનો ડબલ ડોઝઃ
વીજળીને ચમકારે વધુ બે મોતીડાં પરોવવા જઈ રહી છે, ગુજરાતી મનોરંજનની એક માત્ર ચેનલ કલર્સ ગુજરાતી. ગુજરાતનાં સંસ્કાર, ભક્તિ, સાહિત્ય, લાગણીઓ અને ઇતિહાસ પર દૃષ્ટિ કરવી હોય તો ગુજરાતના હૃદય સમી સંસ્કૃતિને સમજો. જેના માટે, કલર્સ ગુજરાતી-'અસ્સલ ગુજરાતીનું અસલ મનોરંજન' નવા કાર્યક્રમો રજૂ કરવા જઈ રહૃાું છે જે તમારા ટેલિવિઝનના અનુભવની સાથે સાથે તમારી દિશા અને દૃષ્ટિ બન્ને બદલી શકે છે.
મનોરંજનના નવા અધ્યાયની શરૂઆત કરતાં ચેનલ રજૂ કરે છે ગંગાસતી- પાનબાઈ-શ્યામ ધૂનનો નવો અધ્યાય. આ શો ગુજરાતનાં જાણીતા ઐતિહાસિક ભક્તિ કવયિત્રી એવા ગંગાસતી અને પાનબાઈના ભજનોને આધુનિક ઢાળમાં ઢાળી નવી પેઢીને ભક્તિ અને સદભાવનાનું દર્શન કરાવશે. જેના દરેક એપિસોડમાં તમને જોવા મળશે એક અનોખી ભક્તિ અને ભજનોનો સમન્વય. તો બીજી બાજુ 'મનમેળો' સાથે દર્શકોને જોવા મળશે એક મિડલ ક્લાસ અને એક ગર્ભશ્રીમંત એવા બે પરિવારો વચ્ચેનો ફેમિલી ડ્રામા. જેમાં મિડલ ક્લાસની ત્રણ બહેનોના જીવનમાં અચાનક મોટો વળાંક આવે છે અને તેમના દિલના તાર જોડાય છે ગર્ભશ્રીમંત પરિવારના ત્રણ ભાઈઓ સાથે. તેઓની દુનિયા જ્યારે એક થાય છે ત્યારે સર્જાય છે પ્રેમ, મહત્ત્વાકાંક્ષા, સામાજિક અસમાનતાનો ટકરાવ અને દરેક કપલ તેમના નવા દામ્પત્યજીવનમાં અવનવા પડકારોનો સામનો કરે છે.
કલર્સ ગુજરાતી માટે હંમેશાં દર્શકોને અર્થસભર અને ઉચ્ચ ગુણવત્તાવાળું મનોરંજન આપવું પ્રાથમિકતા રહૃાું છે, જેમાં ગુજરાતી સંસ્કૃતિની મૂળ ભાવનાને સાચવી રાખવામાં આવે છે. 'ગંગાસતી પાનબાઈ' અને 'મનમેળો'ના પ્રીમિયર સાથે, ટેલિવિઝન પર ફરી એકવાર બે અલગ છતાં એટલી જ અસરકારક કહાણીઓ રજૂ કરતા અમને ખૂબ આનંદ થાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial