Advertisement
Author: નોબત સમાચાર

યાત્રાધામ દ્વારકા તરફ ફૂલડોલ ઉત્સવ માટે જતા પદયાત્રિઓ માટે ધમધમતો મેગા સેવા કેમ્પ

બાણુંગારના પાટિયા પાસે સ્વ. ચંદ્રકાન્ત રામજીભાઈ કાનાબાર પરિવાર દ્વારા

                                                                                                                                                                                                      

જામનગરના બાણુંગારના પાટિયા પાસે આવેલા શ્રી રામચંદ્ર ફાર્મમાં ગ્રેઈન મારકેટના અગ્રણી સ્વ. ચંદ્રકાન્ત રામજીભાઈ કાનાબાર પરિવાર દ્વારા પ્રતિવર્ષ મુજબ આ વર્ષ તા. રપ થી ફૂલડોલ ઉત્સવ માટે દ્વારકા જતા પદયાત્રિકો માટે મેગા કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પદ યાત્રિકો માટે સવારથી નાસ્તો, ચા-પાણી, પૂરી-શાક, ગાંઠિયા, ચીપ્સ, મીક્સ ભજિયા, દવાઓ, સ્પ્રે ને આરામની સુવિધા આખો દિવસ કરવામાં આવી હતી, જેનો બહોળી સંખ્યામાં યાત્રિકોએ લાભ લીધો હતો. આ કેમ્પને સફળ બનાવવા માટે ઠા. ચંદ્રકાન્ત રામજીભાઈ કાનાબાર પરિવારના દિનેશભાઈ, યોગેશભાઈ, નિતેશભાઈ (નિતેશકુમાર એન્ડ બ્રધર્સવારા), નિખીલ, સાગર, ભારતીબેન, સ્મિતાબેન, દર્શનાબેન, મહિમા, મીશા, વિનોદભાઈ દત્તાણી, જસુબેન દત્તાણી, નિકુંજકુમાર, બંશીબેન, પ્રિશા, જયવીર, હિતેષભાઈ મોદી, હિનાબેન, રાજદીપકુમાર, વૈશાલીબેન, દિશાબેન, હિરેન કાનાબાર, મનોજ અમલાણી, પુનિતભાઈ દત્તાણી, રમેશ રૂપારેલ તેમજ બિમલ ઓઝાના મિત્ર મંડળે જહેમત ઊઠાવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh