Advertisement
Author: નોબત સમાચાર

અનંત અંબાણીના જન્મદિને ફિલ્મ સિતારાઓનો જમાવડોઃ ગઈકાલે વરૂણ ધવન ખાન-સંજય દત્ત પહોંચ્યા

સાંઈરામ દવે, રાજભા ગઢવી વગેરેએ રંગત જમાવી હતીઃ આજે રાત્રે લોકસાહિત્યકારોનો લોકડાયરો

                                                                                                                                                                                                      

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ.ના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર અનંત અંબાણીનો આજે તા. ૧૦ એપ્રિલના ૩૧ મો જન્મ દિવસ છે. જેની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. છેલ્લા ત્રણેકદિવસથી ફિલ્મી સીતારાઓ જામનગર જિલ્લાની રિલાયન્સ લિ.ના મહેમાન બની રહ્યા છે.

બે દિવસ પહેલા સંગીતકાર એ.આર. રહેમાન એ પછી શાહરૂખ ખાન, બોની કપૂર, રણવીરસિંહનું જામનગરમાં આગમન થયું હતું. અને રિલાયન્સના મહેમાન બન્યા હતાં, જ્યારે ગઈકાલે સલમાન ખાન, સંજય દત્ત, રિતેષ દેશમુખ, જીનેલિયા ડીસોઝા અને વરૂણ ધવન વગેરેનું જામનગર એરપોર્ટ ઉપર આગમન થયા પછી તેઓ સડક માર્ગે મોટી ખાવડી સ્થિત રિલાયન્સ પહોંચ્યા હતાં. આજે પણ અનેક મહેમાનોનું આગમન થઈ શકે છે, કારણ કે આજે અનંત અંબાણીનો જન્મ દિવસ છે, જો કે બે દિવસથી ઉજવણી ચાલી જ રહી છે.

ગઈકાલે જોગવડમાં સાંઈરામ દવે અને રાજભા ગઢવીના ડાયરાનું આયોજન થયું હતું, તો આજે રાત્રે મોટી ખાવડીમાં કીર્તિદાન ગઢવી, માયાભાઈ આહિર અને અલ્પાબેન પટેલનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh