Advertisement
Author: નોબત સમાચાર

ભાવનગરથી ઓખા આવેલી ટ્રેનના જનરલ ડબ્બામાંથી મળ્યો મૃતદેહ

અજાણ્યા મૃતકની ઓળખ માટે તજવીજઃ

                                                                                                                                                                                                      

ઓખા તા. ૨૫: દ્વારકા આવેલી ભાવનગર-ઓખા એક્સપ્રેસના જનરલ ડબ્બામાંથી ગયા ગુરૂવારે એક અજાણ્યા યુવાનનો મૃતદેહ પોલીસને મળી આવ્યો છે. પોલીસે મૃતકની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી છે.

ભાવનગરથી ઓખા જઈ રહેલી ટ્રેન નં.૧૯૨૦૯ ગયા ગુરૂવારે જ્યારે દ્વારકાના રેલવે સ્ટેશન પર પહોંચી ત્યારે તેના જનરલ ડબ્બામાંથી એક અજાણ્યા પુરૂષ બેભાન જેવી હાલતમાં મળી આવ્યા હતા.

દોડી આવેલી રેલવે પોલીસે આ યુવાનને સારવાર માટે ખસેડવાની તજવીજ કરી હતી પરંતુ તે પહેલાં કોઈ બીમારીના કારણથી આ યુવાન મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. પોલીસે મૃતદેહને પી.એમ. માટે ખસેડી મૃતકની ઓળખ માટે તપાસ શરૂ કરી છે. ઉપરોક્ત મૃતક પાતળો બાંધો, શ્યામવર્ણ, લંબગોળ ચહેરો ધરાવવા ઉપરાંત માથામાં કાળા તથા સફેદ વાળ અને દાઢી-મુછ ધરાવે છે. તેમના શરીર પર આખી બાયનો લાલ રંગનો ચેક્સવાળો શર્ટ તથા ખાખી રંગનું પેન્ટ ધારણ કરેલુ છે. મૃતક અંગે કોઈને જાણકારી હોય તો તેઓએ રેલવે પોલીસનો સંપર્ક કરવો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh