Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મધ્યપ્રદેશથી મીઠોઈમાં મજૂરીકામે આવ્યા હતાઃ
જામનગર તા. ૨૫ઃ જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર ઝાખર ગામના પાટીયા પાસે ગોળાઈમાં ગઈરાત્રે એક બાઈકને પાછળથી ધસી આવેલા ટ્રકે ઠોકર મારતા ટ્રક હેઠળ ચગદાઈ જતાં બાઈકચાલકનું મૃત્યુ નિપજ્યું છે. મૃતક મધ્યપ્રદેશથી મજૂરીકામ માટે આવીને પત્ની સાથે મીઠોઈ ગામમાં રહેતા હતા. પોલીસે તેઓના પત્નીની ફરિયાદ પરથી ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
લાલપુર તાલુકાના મીઠોઈ ગામમાં આવેલા કાંતિ મારાજ નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના રતલામ જિલ્લાના બદનારા ગામના શિવનારાયણ હીરાલાલ રાઠોડ (ઉ.વ.૩૦) નામના શ્રમિક ગઈકાલે રાત્રે નવેક વાગ્યે મોટરસાયકલ પર ઝાખર પાટીયા પાસેથી પસાર થતા હતા.
આ વેળાએ ઝાખર ગામ તરફ વળવાના રસ્તા પરની ગોળાઈમાં જીજે-૩-બીવી ૯૫૨૩ નંબરના ટ્રકે તેઓને હડફેટે લીધા હતા. ટ્રકની ટક્કર વાગવાથી રોડ પર પછડાયેલા શિવનારાયણ પરથી ટ્રક ફરી વળ્યો હતો. માથામાં ગંભીર ઈજા પામેલા શિવનારાયણને સારવાર માટે ખસેડવાની તજવીજ કરાઈ હતી પરંતુ સારવાર કારગત નિવડે તે પહેલાં આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. અકસ્માત સર્જી નાસી ગયેલા ટ્રકના ચાલક સામે મેઘપર પોલીસ સ્ટેશનમાં અંગુરબાલાબેન શિવનારાયણ રાઠોડે ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial