Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મોરઝરમાં યુવક પર દંપતીનો હુમલોઃ
જામનગર તા. ૧૩: ભાણવડમાં પારકી પરણેતરને એક શખ્સે મોબાઈલ નંબર લખી ચિઠી નાખી હતી. તે બાબતે ચાર શખ્સે આ યુવાનને લમધારી નાખ્યો છે. જ્યારે હોટલના કામના પૈસાના મુદ્દે બોલાચાલી પછી ભાણવડના મોરઝરમાં એક યુવાન પર દંપતીએ હુમલો કરી માર માર્યાે છે.
ભાણવડના એસટી રોડ પર રહેતા જય રતનશીભાઈ નકુમ નામના યુવાને ત્યાં રહેતા એક પરીણીતા માટે મોબાઈલ નંબર લખીને ચિઠ્ઠી નાખી હતી. આ બાબતનો ખાર રાખી હાર્દિક કારેણા નામના શખ્સ તથા ત્રણ અજાણ્યાએ શનિવારે સાંજે જય નકુમ પર પાઈપ, ધોકા, કેમેરાના પાઈપ વડે હુમલો કરી માર માર્યાે હતો અને જયના મોટરસાયકલમાં રૂ।.વીસેક હજારનું નુકસાન કર્યું હતું.
ભાણવડના મોરઝરમાં રહેતા રાજુ કાનાભાઈ મકવાણા નામના યુવાનને મોરઝર ગામના જ ભરત ભીખુભાઈ પરમાર સાથે વડોદરામાં હોટલમાં કામ કરવાના પૈસા બાબતે બોલાચાલી થઈ હતી અને રાજુએ વડોદરામાં ફરિયાદ નોંધાવી હતી. તેનું મનદુખ રાખી શનિવારે ભરતના પિતા ભીખુભાઈ તથા માતા જશુબેને ધોકા, ઢીકાપાટુથી હુમલો કરી રાજુને માર મારતા આ યુવાનને ફ્રેક્ચર થઈ ગયું છે. તેણે ભાણવડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial