Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમેરિકાના રાષ્ટ્રપતિએ રાષ્ટ્રને સંબોધતા કર્યો હુંકારઃ ઈરાને યુદ્ધ વિરામની માંગણી કરી હોવાનો દાવો
વોશિંગ્ટન તા. ૨: ભારતીય સમય મુજબ આજે વહેલી સવારે ટ્રમ્પે અમેરિકાની જનતા જોગ સંબોધન કરતા હુંકાર કરતા કહ્યું હતું કે, અમેરિકા ઈરાન સાથેનું યુદ્ધ જીતી ગયું છે, અને ઈરાન હવે યુદ્ધ વિરામની માંગણી કરી રહ્યું છે. ટ્રમ્પે બે-ત્રણ અઠવાડિયામાં ઈરાન પર ભિષણ હુમલાના સંકેતો પણ આપ્યા હતાં, પરંતુ ઈરાને યુદ્ધ રોકવાની કોઈ વાટાઘાટો ચાલી રહી નથી. તેમ જણાવી ટ્રમ્પના દાવાઓને ફગાવ્યા છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજે ૨૦ મિનિટનું સંબોધન આપતા અનેક મોટા દાવા કર્યા છે, જેનાથી વિશ્વભરમાં ચર્ચા જાગી છે કે આ જંગ હવે અંત તરફ છે કે વધુ ભયાનક બનશે? ટ્રમ્પે પોતાના ભાષણમાં સૈન્ય વિજયનો હુંકાર ભરતા જણાવ્યું કે છેલ્લા ચાર અઠવાડિયામાં અમેરિકન સેનાએ અત્યંત ઝડપી અને નિર્ણાયક જીત મેળવી છે. તેમણે દાવો કર્યો કે ઈરાનની નૌકાદળ અને વાયુસેના હવે લગભગ ખતમ થઈ ચૂકી છે અને ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સનું કમાન્ડ નેટવર્ક પણ તોડી પાડવામાં આવ્યું છે.
ટ્રમ્પના મતે, ઈરાનની મિસાઇલ અને ડ્રોન ક્ષમતાને એટલી હદે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે કે યુદ્ધના ઇતિહાસમાં આટલા ઓછા સમયમાં કોઈ દુશ્મને આટલી મોટી પાયમાલી વેઠી નથી.
બીજી તરફ આ જંગ હજુ અટકવાના કોઈ સંકેત નથી. અમેરિકન પ્રમુખે સ્પષ્ટ કર્યું છે કે આગામી ૨થી ૩ અઠવાડિયામાં ઈરાનને વધુ કડક જવાબ આપવામાં આવશે. તેમણે ઈરાનના ઓઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાની ચેતવણી પણ આપી છે. ટ્રમ્પે કહૃાું કે ભલે પડદા પાછળ વાતચીત ચાલુ હોય, પરંતુ અમેરિકા પોતાનું કામ પૂરું કરીને જ જંપશે.
તેમણે વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ એવા હોર્મુઝ સ્ટ્રેટ અંગે પણ મોટું નિવેદન આપતા કહૃાું કે અમેરિકાને હવે તેની જરૂર નથી અને જે દેશો આ જંગમાં સાથ નથી આપી રહૃાા તેમને તેમણે 'ગદ્દાર' ગણાવ્યા છે.
ટ્રમ્પના દાવા મુજબ, ઈરાન હાલ ભારે દબાણમાં છે અને તેણે યુદ્ધવિરામ માટે વિનંતી કરી છે, પરંતુ ગ્રાઉન્ડ રિપોર્ટ આ દાવાઓથી વિપરીત ચિત્ર રજૂ કરે છે. અમેરિકન પ્રમુખે મક્કમતાથી જણાવ્યું કે તેમનું લક્ષ્ય ઈરાનને પરમાણુ હથિયારોથી દૂર રાખવાનું છે અને આ અભિયાન હવે તેના અંતિમ પડાવ પર છે.
જોકે, તેમણે એમ કહીને અનિશ્ચિતતા પણ ઊભી કરી કે જંગ ઘણીવાર લાંબી ખેંચાતી હોય છે. આમ, વિજયનો ઉત્સાહ અને ભવિષ્યના જોખમો વચ્ચે ટ્રમ્પના નિવેદનોએ 'શાંતિ કે સંઘર્ષ'ના પ્રશ્નને વધુ ગૂંચવી દીધો છે.
વ્હાઇટ હાઉસથી રાષ્ટ્રને સંબોધિત કરતા જાહેરાત કરી હતી કે ઈરાન સામેના યુદ્ધમાં અમેરિકા તેના વ્યૂહાત્મક લક્ષ્યો પૂર્ણ કરવાની તૈયારીમાં છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે ૩૨ દિવસના સૈન્ય ઓપરેશન બાદ ઈરાન હવે ખતરો રહૃાો નથી
સંબોધન દરમિયાન ટ્રમ્પે એક મોટો દાવો કરતા જણાવ્યું હતું કે ઈરાનના રાષ્ટ્રપતિએ યુદ્ધવિરામ માટે વિનંતી કરી છે. પરંતુ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું હતું કે જ્યાં સુધી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફરીથી ખોલવામાં ન આવે, ત્યાં સુધી અમેરિકા કોઈ પણ પ્રકારની સંધિ કે યુદ્ધવિરામ સ્વીકારશે નહીં. ટ્રમ્પે ભારપૂર્વક જણાવ્યું હતું કે અમેરિકા હવે મધ્ય પૂર્વના તેલ પર નિર્ભર નથી અને આગામી ૨-૩ અઠવાડિયા સુધી ઈરાન પર અત્યંત આકરા પ્રહારો ચાલુ રાખવામાં આવશે.
જો કે બીજી તરફ ઈરાને ટ્રમ્પના યુદ્ધવિરામના દાવાને ફગાવી દીધો છે. ઈરાનના વિદેશ મંત્રાલય દ્વારા આ દાવાને ખોટો અને પાયાવિહોણો ગણાવવામાં આવ્યો છે. ઇરાને સ્પષ્ટ કર્યું છે કે યુદ્ધ રોકવા માટે કોઈ વાટાઘાટો ચાલી રહી નથી. આ દરમિયાન, ઈરાને ઈઝરાયલ અને અમેરિકાના સહયોગી ખાડી દેશો પર મિસાઈલ હુમલા કર્યા હોવાના અહેવાલ છે, જ્યારે તેહરાનમાં પણ મોટા વિસ્ફોટો સંભળાયા છે. ઈરાને અમેરિકાની માંગણીઓને તર્ક વગરની ગણાવીને યુદ્ધ ચાલુ રાખવાના સંકેત આપ્યા હતા.
આ સંઘર્ષ વચ્ચે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન દ્વારા અમેરિકી જનતાને સંબોધીને એક પત્ર લખવામાં આવ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું છે કે ઈરાનને સામાન્ય અમેરિકન નાગરિકો પ્રત્યે કોઈ દુશ્મનાવટ નથી. પેઝેશ્કિયન અમેરિકી જનતાને પ્રશ્ન કર્યો હતો કે શું આ પશ્ચિમ એશિયાનો સંઘર્ષ ખરેખર અમેરિકા ફર્સ્ટની નીતિને અનુરૂપ છે? તેમણે અમેરિકા પર ઈઝરાયલના પ્રભાવ હેઠળ યુદ્ધમાં જોડાવાનો અને યુદ્ધ અપરાધ કરવાનો આરોપ લગાવતા કહૃાું કે ઈરાનને ખતરા તરીકે રજૂ કરવું એ વાસ્તવિકતાથી તદ્દન વિપરીત છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial