Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોળ તાલુકાના જાયવા ગામમાંથી ખનિજ ચોરી ઝડપાઈઃ એક કરોડનો મુદ્દામાલ જપ્ત

બાતમીના આધારે ખનિજ વિભાગની કામગીરીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૪: ધ્રોળ તાલુકા જાયવા તળાવ વિસ્તારમાં ચાલતી ખનિજ ચોરી અંગે ખાણ-ખનિજ કચેરીના સ્ટાફ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો અને એક કરોડની કિંમતના વાહન અને સાધનો કબજે કરવામાં આવ્યા હતાં.

ધ્રોળ તાલુકાના જાયવા ગામમાં જેટકો પાછળ તળાવ વિસ્તારમાં મોરમ ખનિજના બિનઅધિકૃત ખનન બાતમીના આધારે જામનગર ખનિજ વિભાગની ટીમ દ્વારા તા. ર૩-ર-ર૦ર૬ ના આકસ્મિક રીતે તપાસ કરવામાં આવી હતી અને ૧ સેની એક્સક્રાવેટર મશીન અને ૩ ડમ્પર દ્વારા સરકારની કોઈપણ પ્રકારની પરવાનગી વગર બિનઅધિકૃત રીતે ખનન અને વહન કરવામાં આવતું હોવાનું જણાયું હતું. આથી વાહન અને મશીન કબજે લેવામાં આવ્યા હતાં અને ધ્રોળ પોલીસ સ્ટેશનમાં કસ્ટડી સોંપવામાં આવી હતી.

કબજે લેવાયેલા વાહનો અને સેની એક્સકાવેટર મશીન

(વાહન માલિક જયેશભાઈ સાનિયા), ડમ્પર નં.-જીજેજે-૧૦-ટીવાય-૯૮પર (માલિક રેવતુભા જાડેજા), ડમ્પર નંબર-જીજે-૦૩-બીડબલ્યુ-૮પ૯૧ (માલિક ભગીરથસિંહ જાડેજા) અને ડમ્પર નંબર જીજે-૦૩-બીડબલ્યુ-૯૩૧૪ (માલિક કુલદીપસિંહ જાડેજા) નો સમાવેશ થાય છે. આમ કુલ રૂ।. એક કરોડની કિંમતનો મુદ્દામાલ સ્થગિત કરાયો છે. આ કામગીરી નિખીલભાઈ, ભાવેશભાઈ, રમેશભાઈ વિગેરરેએ કરી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh