Advertisement
Author: નોબત સમાચાર

ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદી

રવિ સીઝન ર૦રપ-ર૬ અંતર્ગત

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૪: ભારત સરકાર દ્વારા રવિ સિઝન વર્ષ-ર૦રપ-ર૬ માટે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે પાકની ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત ચણા માટે પ્રતિ ક્વિન્ટલ રૂ।. પ૮૭પ અને રાયડા માટે પ્રતિ ક્વિન્ટલ રૂ।. ૬ર૦૦ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે. ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

જામનગર જિલ્લાના જે ખેડૂતો ચણા અને રાયડાનું ટેકાના ભાવે વેચાણ કરવા માંગતા હોય તેઓ તા. પમી માર્ચ સુધી ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રોમાંથી વીસીઈ મારફતે નોંધણી કરાવી શકશે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી જામનગરની યાદીમાં જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh