Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરઃ રમેશચંદ્ર જગજીવન ત્રિવેદીના પત્ની જ્યોતિબેન (ઉ.વ. ૭૫) તે ડો.હિરેનના માતા, ડો.અમિ ત્રિવેદીના સાસુ તથા દેવમના દાદીનું તા. ૨૯ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૧-૯ના સોમવારે સાંજે ૫ થી ૬ દરમ્યાન ગીતામંદિર, પારસ સોસાયટી, જામનગરમાં રાખેલ છે.
જામનગર નિવાસી (મૂળ ધ્રાફા) ગુલાબબેન જમનાદાસ જેચંદભાઈ મહેતાના પુત્ર હરેશભાઈ (ઉ.વ.૬૦) (પરેશ રેડીવેરવાળા) તે કાશ્મીરાબેનના પતિ, પાર્થ, નેન્સીના પિતા, મેહાના સસરા તથા સ્વ. રમેશચંદ્ર, પ્રમોદરાય, યોગેશભાઈ, જગદીશભાઈ, પરેશભાઈ, પ્રફુલ્લાબેન અરવિંદકુમાર ગાંધીના ભાઈ, જતીન, સ્વ.ચિરાગ, અજયના કાકા, જવાહરભાઈ દીપચંદભાઈ દોશી (ધ્રાફાવાળા)ના જમાઈનું તા. ૩૦ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૩૦ ના સાંજે ૪ઃ૩૦ વાગ્યે કે.ડી.શેઠના ઉપાશ્રય, પેલેસ રોડ, જામનગરમાં રાખેલ છે. સદ્ગતની ઈચ્છા મુજબ ચક્ષુદાન કરેલ છે.