Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૩૧ વર્ષ જૂના કેસમાં કાર્યવાહીઃ
પટના તા.૭: બિહારના રાજકારણમાં શુક્રવારે રાત્રે ભારે હંગામો જોવા મળ્યો હતો. પૂર્ણિયાના અપક્ષ સાંસદ પપ્પુ યાદવની ધરપકડ કરવા માટે પટના પોલીસ ભારે પોલીસ કાફલા સાથે તેમના નિવાસસ્થાને પહોંચી હતી. આ ઘટનાને કારણે વિસ્તારમાં તણાવ સર્જાયો હતો અને પપ્પુ યાદવના સમર્થકો તેમજ પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
૩૧ વર્ષ જૂના કેસમાં ધરપકડ કરાઈ છે. આ મામલો વર્ષ ૧૯૯૫નો છે (એફઆઈઆર નંબર ૫૫૨/૧૯૯૫). પપ્પુ યાદવ પર આરોપ છે કે તેમણે છેતરપિડી કરીને વિનોદ બિહારી લાલનું મકાન ભાડે રાખ્યું હતું અને તેનો ઉપયોગ કાર્યાલય તરીકે કર્યો હતો, જે વાત ભાડે લેતી વખતે છુપાવવામાં આવી હતી. આ કેસમાં પપ્પુ યાદવ સતત કોર્ટમાં ગેરહાજર રહૃાા હતા, જેના કારણે કોર્ટે પહેલા તેમની સામે ધરપકડનું વોરંટ જારી કર્યું હતું. ત્યારબાદ તેમની મિલકત જપ્ત કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો.
પપ્પુ યાદવે બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી પર તેમની હત્યાનું કાવતરું રચવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહૃાું કે સાદા ડ્રેસમાં પોલીસકર્મીઓ આવ્યા હતા, જેમને જોઈને તેમને લાગ્યું કે કોઈ તેમને ગોળી મારવા આવ્યું છે. તેમણે દાવો કર્યો હતો કે તેઓ એનઈઈટીના વિદ્યાર્થીઓ માટે લડત લડી રહૃાા છે, તેથી સરકાર અને ગૃહમંત્રી સમ્રાટ ચૌધરી તેમને ડરાવવાનો પ્રયાસ કરી રહૃાા છે. પપ્પુ યાદવે સ્પષ્ટ કર્યું કે તેઓ કોર્ટના આદેશનું સન્માન કરે છે અને તેથી જ તેઓ સીધા પટના આવ્યા હતા. તેમણે કહૃાું, હું ફાંસી પર ચઢવા તૈયાર છું, પણ ઝૂકવાનો નથી. હું સત્યનો માર્ગ નહીં છોડું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial