Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જન્માષ્ટમીના તહેવારો ફળ્યાઃ
જામનગર તા. ૨૦: ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ જામનગર દ્વારા દ્વારકામાં જન્માષ્ટમી મહોત્સવને ધ્યાને રાખીને તા. ૧૫ થી ૧૭ ઓગષ્ટ સુધી એકસ્ટ્રા બસનું સંચાલન કરવામાં આવ્યું હતું અને મુસાફરો દ્વારકા સહિતના જુદા જુદા શહેરોમાં આવાગમન કરી શકે તેની કાળજી પણ રાખવામાં આવતાં જામનગરના એસટી ડિવિઝન ને જન્માષ્ટમીના તહેવારો ફળ્યો છે, અને ૬૭ લાખથી વધુની આવક થઈ છે.
સમગ્ર ગુજરાત રાજ્યના વિશાળ સંખ્યામાં યાત્રિકો દ્વારકામાં જગત મંદિરે દર્શનાર્થે અલગ-અલગ જિલ્લાઓમાંથી અને શહેરોમાં આવાગમન કરી શકે તે માટે જામનગર એસટી વિભાગ દ્વારા એકસ્ટ્રા બસનું સંચાલન કર્યું હતું.
જેમાં જામનગર ડેપોમાંથી તા. ૧૪,૧૫,૧૬,૧૭ અને ૧૮ના મુસાફરોનો સારો ધસારો રહેતા રૂ. ૬૭,૫૮,૫૧૧ ની આવક થઈ છે. ખેતી આવી પણ દોડાવામાં આવી હતી.
જામનગર અને દ્વારકા ડેપોમાં એક્સ્ટ્રા સંચાલન સહિત એસટી બસમાં મુસાફરોનો ઘસારી રહેવા પામ્યો હતો, અને અનેક રૂટની બસનો લાભ લીધો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial