Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જીવલેણ બન્યું ચોમાસું: મંડી થયું તબાહ
શીમલા તા. ૧૯: હિમાચલમાં મેઘરાજાએ તાંડવ મચાવ્યું છે, અને ચોમાસામાં ૪ર૪ ના મોત થયા છે. તે ઉપરાંત ૬૦૪ રસ્તા બંધ છે. મંડીમાં સૌથી વધુ તબાહી મચી છે.
હિમાચલમાં આભ ફાટ્યું છે. ર૦ જૂનથી વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે ૪ર૪ લોકોએ જીવ ગુમાવ્યા છે. રાજ્ય આપત્તિ નિવારણે આ અંગે માહિતી આપી હતી. પૂર, વીજળી પડવાની કુદરતી આફતોમાં ૧૮ર લોકો માર્યા ગયા છે. રાજ્યભરમાં બે નેશનલ હાઈવે સહિત ૬૦૪ રસ્તાઓ બંધ છે. મંડીમાં સૌથી વધુ મોત થયા છે. વરસાદ સંબંધિત ઘટનાઓમાં ૪ર લોકોએ જીવ ગુમાવ્યા છે. વરસાદના કારણે રસ્તાઓ પર નુક્સાન થતા માર્ગ અકસ્માતના બનાવો પણ વધ્યા છે. જેમાં ર૪ લોકોના મોત થયા છે.
આ કુદરતી આફતે કાંગડામાં પૂરના કારણે ૧પ લોકો તણાયા છે. ચંબામાં ર૮ અને શિમલામાં ર૪ લોકોના જીવ લીધા છે. હિમાચલમાં વરસાદમાં અંદાજે પર લોકો, પૂરમાં તણાઈ જવાથી પ૧, આભ ફાટવાની ઘટનામાં ૧૮ અને વીજળી પડવાથી ૧૯ લોકોના મોત થયા છે. કુલ્લુ, કિન્નોરમાં ભૂસ્ખલન અને અચાનક પૂર આવતા સૌથી વધુ નુક્સાન થયું છે.
આ માહિતી અનુસાર હિમાચલમાં ૬૦૦ થી વધુ રસ્તાઓ બંધ છે. નેશનલ હાઈવે ૦૩ (મનાલી-અટલ સુરંગ) અને નેશનલ હાઈવે-૩૦પ (અની-જલોરી) સાથે સંપર્ક તૂટ્યો છે. મંડી જિલ્લામાં ૧૯૮ રસ્તાઓ બંધ છે. ૧૪૩ સ્થળોમાં બત્તી ગુલ થઈ છે. શાળાઓ-કોલેજો બંધ રાખવામાં આવી છે. ર૯,૦૦૦ થી વધુ ઘર આંશિક અને સંપૂર્ણપણે નુક્સાનગ્રસ્ત થયા છે. લગભગ ૪.૭પ લાખ પક્ષી અને ર૪પ૮ પશુઓ માર્યા ગયા છે.
ઐતિહાસિક સ્મારકોને પણ નુક્સાન થયું છે. જાહેર સંપત્તિને અંદાજે કુલ રૂ. ૪૭.૪૯ કરોડથી વધુનું નુક્સાન થયું છે. હિમાચલ પ્રદેશ પોલીસ રાજ્ય આપત્તિ નિવારણ દળ સાથે મળી વિવિધ વિસ્તારમાં બચાવ કામગીરી કરી રહી છે. સોનખડ, ધરમપુર વિસ્તારમાં ભારે વરસાદના કારણે પૂર આવ્યું છે. જેમાં બે લોકો ગુમ થયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial