Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અધિકારીઓ કોઈનો જીવ જાય, તેની રાહ જુવે છે?
જામનગર તા. ર૦: જામનગરના પટેલકોલોની વિસ્તારમાં રોડ ઉપર બઠેલી એક વાછરડી ઉપર મહાનગરપાલિકાની કચરા ગાડીના ચાલકે પોતાનું વાહન ચઢાવી દીધું હતું, જો કે સદ્નસીબે વાછરડાનો બચાવ થયો હતો. સેવાભાવીએ આ વાછરડીને સલામત રીતે નીચેથી બહાર કાઢવામાં મદદ કરી હતી.
જામનગર મહાનગર પાલિકાએ કરોડો રૂપિયાના ખર્ચનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. જેમાં ખાનગી પેઢીએ નવા વાહનો ખરીદ્યા છે, અને ઘરે-ઘરેથી કચરો એકત્ર કરવામાં આવે છે, પરંતુ અન્ય છેવાડાના જિલ્લાના વાહનચાલકો બેફામ ગતિએ વાહન ચલાવે છે. અમુક ડ્રાઈવરો પાસે ડ્રાઈવીંગ લાયસન્સ પણ નથી.
તાજેતરમાં પટેલ કોલોની વિસ્તારમાં કચરા ગાડી એક વાછડી માથે ચડાવી દેવામાં આવી હતી. આ બનાવનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. હકીકતે મહાનગરપાલિકાએ જોવાનું રહે છે કે, પોતાના તરફથી કામ કરતા વાહનચાલકો યોગ્ય છે કે કેમ? શા માટે મહાનગરપાલિકાના અધિકારીઓ કડક પગલાં લેતા નથી? કે પછી કોઈનો જીવ જાય તેની રાહ જુએ છે?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial