Advertisement
Author: નોબત સમાચાર

૩૧ માર્ચના હાપાથી ઉપડનારી શ્રી માતા વૈષ્ણવોદેવી કટરા એક્સપ્રેસ શહીદ કેપ્ટન તુષાર મહાજન સ્ટેશન સુધી જશે

                                                                                                                                                                                                      

રાજકોટ તા. ર૮: ઉત્તર રેલવેના જમ્મુ તાવી ડિવિઝનના જમ્મુ તવી-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સેકશનમાં ચાલી રહેલા વિદ્યુતિકરણ કાર્ય અને ટ્રાફિક બ્લોકને કારણે તા. ૩૧-માર્ચ-ર૦ર૬ ના હાપાથી ઉપડનારી ટ્રેન નં. ૧ર૪૭પ હાપા-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ તેના નિર્ધારીત ગંતવ્ય સ્થાન સુધી ન જતા માત્ર શહિદ કેપ્ટન તુષાર મહાજન સ્ટેશન સુધી જ દોડાવવામાં આવશે. પરિણામે આ ટ્રેન શહીદ કેપ્ટન તુષાર મહાજન સ્ટેશન અને શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સ્ટેશન વચ્ચે (આશરે રપ કિ.મી.) આંશિક રીતે રદ્દ થશે. આ સમયગાળા દરમિયાન ટ્રેનનું શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સ્ટેશન પર સ્ટોપેજ રહેશે નહીં.

રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે, ટ્રેનોના સંચાલન અંગેની નવીનતમ માહિતી માટે મુસાફરો કૃપા કરીને વેબસાઈટઃ ઈન્કવાયરી.ઈન્ડિયન રેલ્વે.ગવ.ઈન ની મુલાકાત લે, જેથી કોઈપણ પ્રકારની અસુવિધાથી બચી શકાય.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh