Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લાલબંગલા સર્કલ પાસે સરાજાહેર મારામારીઃ
જામનગર તા. ૫: જામનગરના લાલબંગલા સર્કલ પાસે પીજીવીસીએલ કચેરી નજીક ગઈકાલે બપોરે મોટર પાર્ક કરી રહેલા ખંભાળિયાના સુતારીયા ગામના યુવાન પર અગાઉની માથાકૂટનો ખાર રાખી નાઘેડીના એક શખ્સ તથા તેના બે સાગરિતે પાઈપ-ઢીકાપાટુથી હુમલો કરી માર માર્યાે હતો.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના સુતરીયા ગામમાં રહેતા દિવ્યેશ મેરામણભાઈ ગોજીયા (ઉ.વ.ર૩) નામના યુવાન ગઈકાલે બપોરે જામનગર આવ્યા પછી પોતાની મોટર લાલબંગલા સર્કલ નજીક પીજીવીસીએલની ઓફિસ પાસે રાખતા હતા.
આ વેળાએ ત્યાં ધસી આવેલા નાઘેડી ગામના કિશન રબારી તથા બે અજાણ્યા શખ્સે બોલાચાલી કરી હતી. કિશન સાથે અગાઉ દિવ્યેશ ગોજીયાને માથાકૂટ થઈ હતી. તે બાબતનો ખાર રાખી ત્રણેય શખ્સે મોટર, બાઈકમાંથી ઉતરી પાઈપ, ઢીકાપાટુથી હુમલો કર્યાે હતો. જેમાં કિશને માથામાં પાઈપ ફટકાર્યાે હતો. ઈજા પામેલા દિવ્યેશે ગઈકાલે રાત્રે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial