Advertisement
Author: નોબત સમાચાર

જામનગર, જામજોધપુરમાંથી વર્લીના આંકડા લખી રહેલા ત્રણ શખ્સ ઝડપાયા

રોકડ રકમ, આંકડા લખેલી ચિઠ્ઠીઓ કબજે કરાઈઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૧: જામનગરના ગાંધીનગર તેમજ બેડી વિસ્તારમાંથી પોલીસે બે શખ્સને વર્લીના આંકડા લખતા પકડી પાડ્યા હતા. જામજોધપુરમાંથી પણ એક વર્લીબાજ ઝડપાયો હતો. ત્રણેય પાસેથી રોકડ તથા વર્લીના આંકડા લખેલી ચિઠ્ઠી કબજે કરવામાં આવી હતી.

જામનગરના ગાંધીનગર નજીક આવેલા મચ્છરનગરની શેરી નં.૩માં ગઈકાલે રાત્રે જાહેરમાં ઉભા રહી વર્લીના આંકડા લખતા વિજયસિંહ જશુભા ચાવડા નામના શખ્સને પોલીસે પકડી પાડી વર્લીના આંકડા લખેલી ચિઠ્ઠી તેમજ રોકડ કબજે કરી જુગારધારાની કલમ ૧૨ (અ) હેઠળ ગુન્હો નોંધ્યો છે.

જામનગરના બેડીમાં ઈકબાલ ચોક નજીક ગઈકાલે રાત્રે વર્લી મટકાનું બેટીંગ લેતા અસરફ હુસેન ગોરી નામના શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો. તેની પાસેથી પણ રોકડ અને વર્લીના આંકડા લખેલી કાપલી મળી આવી હતી.

જામજોધપુર શહેરમાં રેલવે સ્ટેશનના દરવાજા પાસેથી ગઈકાલે બપોરે ભાવેશગીરી પ્રતાપગીરી ગોસ્વામી નામનો શખ્સ વર્લી મટકાના આંકડા લખતો હતો ત્યારે પોલીસે તેને પકડી લીધો હતો. તેની પાસેથી પણ રોકડ તથા આંકડા લખેલી સ્લીપ મળી આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh