Advertisement
Author: નોબત સમાચાર

જિલ્લાકક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમઃ ૧૯ પૈકી ૧૭ અરજીઓનો નિકાલ

જિલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને

                                                                                                                                                                                                      

જામનગર તા. ૯: જામનગરના જિલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ કલેકટર કચેરીમાં યોજાયો હતો. કલેકટરએ કાર્યક્રમ દરમ્યાન નાગરિકોની વિવિધ રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી તાત્કાલિક અને અસરકારક નિરાકરણ લાવવા માટે સંબંધિત વિભાગોને સૂચનાઓ આપી હતી. કલેકટરએ અરજદારો સાથે સહાનુભૂતિપૂર્વક વાતચીત કરી તેમની સમસ્યાઓની મૂળભૂત હકીકતો જાણી સ્થળ પર જ ઉકેલ લાવવાનો પ્રયત્ન કર્યો હતો. તેઓએ જરૂર જણાયે સંવેદનશીલ અભિગમ અપનાવી કામગીરી કરવા અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.

સ્વાગત કાર્યક્રમમાં આવેલ ૧૯ પૈકી ૧૭ અરજીઓનું સ્થળ પર જ હકારાત્મક નિરાકરણ લાવવામાં આવ્યું હતું, જયારે બાકીની અરજીઓ માટે નિર્ધારિત સમયમર્યાદામાં કાર્યવાહી કરી અહેવાલ રજૂ કરવા કલેકટરએ જણાવ્યુ હતું. આ અરજીઓમાં બળદ મૃત્યુ અંગે સહાય આપવા બાબત, સરકારી આયુર્વેદિક હોસ્પિટલ શરૂ કરવા બાબત, સીસી રોડના કામ અંગે, પોલીસ વિભાગની કામગીરી, પીજીવીસીએલના વીજપોલ દૂર કરવા બાબત, આરટીઓ કચેરીમાંથી લાયસન્સ મેળવવા અંગે, બોગસ વેચાણ દસ્તાવેજ અંગે, ભૂગર્ભ ગટરની કામગીરી, સોલાર સિસ્ટમનો ટેકનિકલ પ્રશ્ન, કોર્પોરેશનના વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ અંગે, જીએસટી વિભાગને લગત પ્રશ્ન, જમીન રિ-સર્વે બાબત અંગેની અરજદારોની રજૂઆત અંગે ચર્ચા કરી તેનું હકારાત્મક નિરાકરણ લાવવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નું, જિલ્લા પોલીસ અધિકારી રવિમોહન સૈની, નિવાસી અધિક કલેકટર શારદા કાથડ, પ્રાંત અધિકારીઓ, લગત વિભાગના અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh