Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુમિત હોસ્પિટલમાં એની માંના પલંગ પાસે માં નો હાથ પકડી બેઠો હતો, માં નિંદ્રા અવસ્થામાં હતી પણ સાંભળતી હતી બધું જ, ઓક્સિજન ચાલુ હતો ,સુમિત રડતો હતો અને ગળગળો થઈ બોલતો હતો કે માં તું ચિંતા નહિ કરતી , તું સાજી થઈ જઈશ... હું સતત ડોકટરના સંપર્કમાં છું, હવે તો હું તારી સામેથી ખસવાનો જ નથી, તને સાજી કરી ને જ ઘરે લઈ જઈશ, મેં ડોક્ટરને કહ્યું છે કે જે ખર્ચ થાય તે,જે નિષ્ણાતને બોલાવવા પડે એને બોલાવો પણ મારી માંને સાજી કરી દ્યો.. ઘરે પહોંચ્યા પછી નોકરી શોધીશ...એ સાંભળી માં હળવેથી બોલી કે નોકરી છોડી દીધી? સુમિત કહે હા માં...બે દિવસ થયા , મેં બધું કામ કરી લીધું હતું.. મે શેઠ ને કહ્યું કે હું જાઉં છુ ં મારી માં બહુ જ સિરિયસ છે એની પાસે કોઈ નથી... એ સમજતા જ નહોતા.. મેં કહ્યું કે પ્રોજેક્ટ પતી ગયો છે અને સામેની કંપનીએ સ્વીકારી લીધો ,હવે એ આપણને ઓર્ડર પણ આપશે... તોય એ સમજતા નહોતા... મેં કહ્યું કે તમારી માં બીમાર પડશે ને પછી સમજાશે.. જો તમને માં ની કિંમત ના સમજાતી હોય તો... આ તમારી નોકરી.. મારું રાજીનામુ આપી નીકળી ગયો...મને મારી માં થી વિશેષ આ દુનિયામાં કાંઈ નથી... એ બોલતો હતો અને એના શેઠ બારણામાં ઉભા સાંભળતા હતા, એમની આંખમાં પણ આંસુ હતા... એમના માં પણ બાજુના જ રૂમમાં દાખલ હતા... એ કાંઈ ન બોલ્યા.. સુમિતને માં એ કહ્યું કે બેટા મારો આત્મા કહે છે કે તને નોકરીમાં કાંઈ તકલીફ નહીં પડે.. માં પ્ર ત્યેની તારી ભક્તિ ઈશ્વર જુવે છે....
આ માં દીકરા નો પ્રેમ કહેવું પડે .. માં દીકરાનો પ્રેમ બધે જ હોય ,એમાં કાંઈ નવું નથી પણ આ વિશેષ છે , સુમિત અને એની માં એ જીવનમાં જંજાવાત ઓછા નથી જોયા. કેટલીયે તકલીફો વેઠી છે... સુમિત ના પિતા બળવંત ભલે ખુબ પૈસા વાળો માણસ પણ મહા ઐયાશ અને દારૂડિયો.. કહે છે ને કે જ્યાં પુષ્કળ પૈસા અચાનક આવી જાય ત્યાં કોઈકને કોઈક બદી આવે જ ,કારણ કે એ માણસ પૈસા પચાવી ન શકે.. રાત્રે દારૂ પીને પત્ની ને મારે... દીકરા સુમિતને ને ધમકાવે.. સુમિત ભણવામાં બહુ જ હોંશિયાર એને ભણવું હતું કંઈક બનવું હતું...એ માં ને કહેતો કે માં હું એક વાર ખૂબ ભણીને સારી નોકરી, સારો પગાર મેળવીશને પછી આપણે અહીંથી ચાલ્યા જઈશું... આ નરકમાં રહે વાય નહિ. વિધિની વિચિત્રતા તો જુઓ..એક દિવસ રાત્રે સુમિતના પિતા એ દારૂ પીધા પછી પત્ની નીરુ સાથે ખુબ ઝગડો કર્યો અને ઘર માંથી ધક્કા મારી કાઢી મૂકી... એ સાથે જ સુમિત પણ પોતાના અને માં ના કપડાં સાથે સ્કૂલના ચોપડા બધું લઇ માં સાથે નીકળી ગયો... એણે પિતાને કહ્યું કે માત્ર માં નહીં હું પણ જાઉં છું, રહેજો એકલા.. એના પિતા કહે કે જાઓ બેય જાઓ.. મને બધું મળી જશે...માં દીકરો ચાલી નીકળ્યા.
એક વાત બહુ સરસ થઇ ,સુમિત એના ગુલ્લક માં બચાવેલા પૈસા લઈને નીકળ્યો હતો અને એની માં સુનિતા એણે સાચવેલા પૈસા બરણીમાંથી કાઢી લઈને નીકળી હતી... બન્નેના મળી સારા એવા પૈસા થાય એમ હતા...રાતના અંધારામાં એ બંને નીકળી પડયા એમના શહેરમાં ટ્રેન ચાલતી હતી એમાં બેસી છેલ્લા સ્ટેશને ઉતર્યા , શહેરના બીજા છેડે.. ત્યાં સુમિત ના સ્કૂલના પ્યુને સુમિતને જોયો અને જઈને પૂછ્યું, વિગત જાણી અને સાથે લઇ ગયો... એક રાત એના ઘરે રાખ્યા અને બાજુમાં એક ખોલી અપાવી દીધી... સુમિત નું ભણવાનું ન અટક્યું...વાર્ષિક પરીક્ષા માથે હતી..એ બીજા દિવસથી સ્કૂલે જવા માંડ્યો... બીજા દિવસ પછી એની માં સુનિતા ને લોકોના ઘરકામ મળી ગયા... સુમિત ભણ વા માંડ્યો... રોજ પેલા પ્યુન અંકલ સાથે જાય... એ દરમિયાન એના પિતા તો સ્કૂલ પર તપાસ કરવા આવવા માંડ્યા પણ મેળ પડે નહીં... સુમિતને ખબર પડે કે પિતાજી બહાર આવ્યા છે અને એ ભાગી જાય... એમ ને એમ વાર્ષિક પરીક્ષા પુરી થઈ , સુમિતને પેપર સારા ગયા... એણે માં ને કહ્યું કે આપણે આ શહેર છોડવું જ પડશે.. માં એ કહ્યું કે તારું પરિણામ આવી જાય પછી સ્કૂલ લિવિંગ લઇ નીકળી જાશું... એ રીતે કર્યું... બીજા શહેર જવામાં પણ પેલા પ્યુન અંકલે મદદ કરી....દૂરના શહેરમાં એનો કઝીન મનોહર રહેતો હતો ત્યાં મોકલ્યા આ લોકોને... ઈશ્વર કેવો સાથ આપે... એ પણ સારું પરિવાર હતું... બે ત્રણ દિવસ આ લોકોને એમના ઘરે જ રાખ્યા... પછી બીજું ઘર મળ્ યું કામ પણ મળ્યું અને મનોહરે સુમિતને એના બાળકોની સ્કૂલમાં એડમિશન અપાવી દીધું.. , સુમિત હતો હોંશિયાર , માર્ક/ગ્રેડ પણ સારા હતા એટલે એને જરાય તકલીફ ન પડી... ત્યાં એના પિતા એ એક બે વાર તપાસ કરી પછી કાંઈ નહિ...
સુમિત તો સરસ ભણવા માંડ્યો.. એની માં અમુક ઘરોમાં કામ કરતી...કચરા પોતુ વાસણ કપડાં બધું અને અમુક ઘરોમાં રસોઈ પણ કરતી એટલે આવક સરસ થતી... સુમિત સવારે નાસ્તો કરી સ્કૂલે જાય અને માં સુનિતા સવારે કુકર કરી , બધા ઘરકામ કરવા નીકળી જાય... એ બધું પતાવી ઘેર આવે અને આવીને બાકી રસોઈ આવીને કરે ત્યાં સુધીમાં સુમિત આવી જાય... આમ કરતા કરતા સુમિત કોલેજમાં આવી ગયો... એને ઘણું ભણવું હતું.. કંઈક બનવું હતું..એટલે એ ક્યાંય ઓછા નંબરે કે ગ્રેડમાં ન હોય હાઈ ગ્રેડ, ફર્સ્ટ ક્લાસ... ક્યારેક ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ હોય.. બહુ જ હોંશિયાર.. એને કોલેજ માં મિત્રો ખરા પણ કોઈ સાથે ટાઇમપાસ ઉભો ન રહે.. ઘરથી સ્કૂલ/કોલેજ અને ત્યાંથી છૂટ્યો એટલે ઘેર..એને એની દુનિયા એટલે એની માં.. સરસ ભણી સારી નોકરી મેળવી માં ને બધા કામ માંથી છુટકારો આપવો હતો...એ કહેતો કે માં હવે થોડા વર્ષ પછી તમને આરામ...
સુનિતા સાવ સામાન્ય મધ્યમ વર્ગના પરિવાર ની દીકરી હતી..એના પિતાએ પોતાની દીકરી સુખી થાય એટલે બહુ સારા પૈસાદાર પરિવારમાં લગ્ન કર્યા હતા..લગ્નના થોડા દિવસ પછી જ એ છોકરો એક કન્યાને લઈને આવ્યો અને કહ્યું કે આ મારી પ્રિયા છે.. મારી પ્રેયસી.. મારી જિંદગી..એ અહીં આપણી સાથે રહેશે , આપણા રૂમમાં જ આપણે ત્રણ... સુનીતા ને એ મંજૂર નહોતું...એ નીકળી ગઈ... પિતાને વાત કરી અને યોગ્ય સમયે છૂટા થઈ ગયા...હવે એક ગરીબ બાપ પોતાની દીકરી માટે શું કરે? એટલે એમણે કોઈના કહેવાથી બળવંત સાથે લગ્ન કર્યા... એમ માનીને કે હવે સુખ મળશે... પણ શું? અમુક વર્ષે એને બળવંતે ઘરમાંથી કાઢી મુકી... એ તો ઠીક છે દીકરો સુમિત હતો
સુમિત એની ઇચ્છા મુજબ ભણી રહ્યો એ સાથે જ એને સામેથી બહુ જ સારી કંપનીમાં નોકરી મળી ગઈ અને સાથે રહેવા ઘર પણ, એટલે હવે એ લોકો ખોલી માંથી સારા મકાનમાં રહેવા આવી ગયા... સુનીતાએ પહેલેથી તૈયારી કરી હતી એટલે બધા કામ મૂકી દીધા એને કામ છોડી વિદાય લેતા બધાએ બક્ષીસ પણ સારી આપી... એમ કહ્યું કે દરેક માં ને આવા દીકરા મળે... તમારો દીકરો તમારું કેટલું ધ્યાન રાખે છે? સુમિત હવે નોકરી માં સેટ થઇ ગયો હતો..
એના પિતા બળવંતને વળતા દિવસો શરૂ થઇ ગયા હતા.. પૈસેટકે ખલાસ થવા ઉપર આવી ગયો હતો...એટલે બધા એને છોડી ચાલવા લાગ્યા હતા.. ધંધામાં પણ ખોટ વધવા માંડી હતી.. હવે એનું કોણ? એટલે દીકરો યાદ આવ્યો... એમણે ગમે તેમ કરી દીકરા ની તપાસ કરી ત્યારે એને ખબર પડી... કે હવે એ બહુ જ સારી કંપનીમાં બહુ ઊંચા હોદ્દા પર છે અને કંપનીએ ઘર પણ આપ્યું છે..એ બધી તપાસ કરી... સુમિતના ઘેર આવ્યો... એને આંધીથી આવતા જોઈ સુનિતા તો અંદર ભરાઈ ગઈ અને એણે સુમિતને કહ્યું કે જો તારા પિતા આવ્યા.. બળવંત ને જોઈ બાજુવાળા સવિતા માસી અને સુનંદા બહેન આવ્યા, સુમિત બહાર આવ્યો અને પૂછ્યું કે અહીં કેમ આવ્યા છો? હવે શું લેવા આવ્યા છો? બળવંત કહે કે હું તારો બાપ છું, બાપ તરીકે એટલો હક્ક ન બને કે દીકરાને ઘેર જાઉં? આજુબાજુ વાળા ને થયું કે જો જે બાપે માં દીકરાને કાઢી મુક્યા હતા એ જ બાપ હવે મદદ માટે આવ્યો લાગે છે...બળવંત કહે કે સુનિતા ક્યાં ગઈ? સુમિત કહે ,ખબરદાર જો મારી માં નું નામ લીધું છે તો....બળવંત કહે કે હું તારો સગો બાપ છું અને સુનિતા તો તારી સાવકી માં તોય એનું આટલું મહત્વ? સવિતા માસી , સુનંદા બહેન અને આજુબાજુ વાળા સડક થઇ ગયા કે સુનિતા એની સાવકી માં છે? લાગે જ નહીં...
હા સાવકી માં જ હતી... સુમિતની માં સુમિતને જન્મ આપી થોડા જ દિવસોમાં ગુજરી ગયેલી એ પછી આ સુનિતા આવી પણ સુનિતા ને એના એના ઐયાસ દારૂડિયા પતિ નો તો પ્રેમ મળ્યો નહોતો પણ સુમિત સગા દિકરા થી વિશેષ માં નો થઈ ગયો... સુમિત ને મોટો થતા ખબર પડી ગયેલી પણ એણે માં ને કહેલું કે તું મારી સગી માં જ છો... મારે તારી કુખે જ જન્મવાનું હશે અને બીજે જન્મી ગયો એટલે ઈશ્વરે આ રીતે તને મારી માં બનાવી... સુનીતાએ સગા દિકરા થી વિશેષ પ્રેમ આપ્યો અને સુમિતે સગી માં થી વિશેષ દરજ્જો, પ્રેમ આપ્યા...
સુમિતે પિતાને ઘરમાં આવવા દીધા... બેસાડ્યા એમની બધી વાત સાંભળી ,જમાડી અને કહ્યું કે તમારી કંપની માટે હું બધી વ્યવસ્થા કરીશ... તમને તકલીફ નહીં પડે પણ હવે પછી મને મળવા નહીં આવતા.. બળવંતરાય ગયા... સુમિત આટલા સમયમાં એટલી પહોંચ વાળો થઈ ગયો હતો કે બળવંતરાય ની ઇન્ડસ્ટ્રી પાછી ધમધમવા લાગી...પણ એ ઐયાસ સુધરે? પાછો એના રંગમાં અને હવે એણે ખેલ કર્યો... સુનિતા નો એકસીડન્ટ કરાવ્યો... તાત્કાલિક દાખલ કરવી પડી....સુમિતને ખબર તો પડી પણ કાંઈ કર્યું નહીં... એને માં ને સાજી કરવી હતી.. અને કરી... વિચારવાનું એ છે કે સાવકી માં સગી માં થી વિશેષ બની ગઈ હતી અને સાવકો દીકરો સગા દિકરા થી વિશેષ... આવું બને ? કેવી લેણાદ ેણી હશે કે ઈશ્વર નિર્મિત ઋણાનુબંધ હશે?
હરેશ ભટ્ટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial