Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ત્રીજા સાગરિતના પોલીસે સગડ દબાવ્યાઃ
જામનગર તા. ૧૭: જામનગરના હિરજી મિસ્ત્રી રોડ પર બ્રાસપાર્ટની એક ભઠ્ઠીમાંથી ત્રણેક મહિના પહેલાં રૂ।.પોણા બાર લાખની કિંમતના ૭૮૦૦ કિલોના વજનના પિતળના છોલની ચોરી થઈ હતી. તેની તપાસમાં પોલીસે બે શખ્સને રૂ।.સવા ચાર લાખના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે અને ત્રીજા સાગરિતની શોધ આરંભી છે.
જામનગરના હિરજી મિસ્ત્રી રોડ પર આવેલી પ્રણામી સ્કૂલ સામે શ્યામ મેટલ નામની બ્રાસપાર્ટની ભઠ્ઠી ચલાવતા આસામીને ત્યાંથી ત્રણેક મહિના પહેલાં ૭૮૦૦ કિલો વજનનો પિતળનો છોલ ચોરાઈ ગયો હતો. આ આસામીએ સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં રૂ।.૧૧ લાખ ૭૦ હજારના છોલની ચોરીની તપાસ કરાઈ હતી.
આ ભઠ્ઠી તેમજ આજુબાજુમાં મુકવામાં આવેલા કેટલાક સીસીટીવી કેમેરા ચકાસવા ઉપરાંત તપાસનીશ સિટી સી ડિવિઝનના પીએસઆઈ વી.એ. પરમાર તથા સ્ટાફે પોલીસના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના કેમેરા પણ ચકાસ્યા હતા. જેમાં યશપાલસિંહ, શિવભદ્રસિંહ, યુવરાજસિંહ, વનરાજ ખવડને મળેલી બાતમીના આધારે બે શખ્સને દબોચી લેવાયા હતા.
નગરના ગોકુલનગર નજીકની સોમનાથ સોસાયટીમાં રહેતા વિશ્વાસ રાણાભાઈ બુજડ, વિજયનગરમાં રહેતા મોહન વિરમભાઈ ઓડીચ ઉર્ફે ભોલા નામના બે શખ્સની અટકાયત કરી તલાશી લેવાતા આ શખ્સોએ ૨૫૦૦ કિલો પિતળનો છોલ કાઢી આપ્યો છે. પોલીસે રૂ।.પોણા ચાર લાખનો છોલ તથા રૂ।.પ૦ હજારના બે બાઈક કબજે કરી ત્રીજા આરોપી લક્ષ્મણ હીરાભાઈ ઓડીચના સગડ દબાવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial