Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એલસીબી, એસઓજીમાં નિયુક્તિ બાકીઃ
જામનગર તા. ૪: જામનગરના કેટલાક પોલીસ ઈન્સ્પેક્ટરની અન્ય બદલી થયા પછી અન્ય જિલ્લાઓમાંથી જામનગરમાં મુકાયેલા કેટલાક પીઆઈની જુદા જુદા પોલીસ મથકોમાં નિમણૂક કરવામાં આવી છે. એલસીબી તથા એસઓજીમાં પીઆઈની નિમણૂક કરાઈ નથી. હજુ કેટલાક અધિકારી હાજર થવાના પણ બાકી છે.
રાજ્યભરમાં તાજેતરમાં બિન હથિયારધારી પોલીસ વર્ગના ૫૧૮ પીઆઈની થયેલી બદલીમાં જામનગરના એલસીબી, એસઓજી, સિટી એ, બી ડિવિઝન ઉપરાંતના પોલીસ અધિકારીઓની અન્યત્ર બદલી થઈ હતી. તે પછી જામનગરમાં બદલી પામેલા અધિકારીઓ હાજર થયા છે.
હાજર થયેલા પીઆઈમાંથી પીઆઈ વી.એમ. ડોડીયાને જિલ્લા પોલીસવડા ડો. રવિમોહન સૈનીએ સિટી એ ડિવિઝનમાં નિમણૂક આપી છે. જ્યારે પીઆઈ એન.એમ. ગઢવીએ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવ્યા છે.
તે ઉપરાંત ટ્રાફિક શાખામાં પીઆઈ એસ.વી. ચૌધરીને, જોડીયામાં પીઆઈ પી.એન. ખાચરને, જામજોધપુરના પીઆઈ એન.બી. ચૌહાણને, એરપોર્ટ સિકયુરિટીમાં, પીઆઈ જે.પી. સોઢાને મૂકાયા છે. જ્યારે એએચટીયુમાં પીઆઈ એ.વી. પીપરોતર તથા આઈયુસીએડબલ્યુમાં પીઆઈ આર.બી. સોલંકીને નિયુક્તિ અપાઈ છે. હજુ કેટલાક પીઆઈ હાજર થવાના બાકી છે અને એલસીબી, એસઓજીમાં પીઆઈની નિયુક્તિ કરવાની બાકી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial