Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ।.૧૦,૩૬૦ની રોકડ કબજેઃ
જામનગર તા. ૨૧: કલ્યાણપુર તાલુકાના રાવલ ગામમાં સોમવારની રાત્રે જાહેરમાં ગંજીપાના વડે સ્ટ્રીટલાઈટના અજવાળે જુગટુ રમતા છ શખ્સને પોલીસે પકડી પાડી પટમાંથી રૂ।.૧૦૩૬૦ ઝબ્બે લીધા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાવલ ગામમાં સોમવારની રાત્રે કેટલાક શખ્સો એકઠા થઈને જુગાર રમતા હોવાની બાતમી પરથી કલ્યાણપુર પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડ્યો હતો.
આ સ્થળે ગંજીપાનાથી તીનપત્તી રમતા લખુભાઈ મશરીભાઈ પરમાર, કાનાભાઈ મોહનભાઈ પરમાર, સંજય લાખાભાઈ સોલંકી, રમેશ લાખાભાઈ કાગડીયા, જયમલ મનસુખભાઈ પરમાર, માલદે અરભમભાઈ ગામી નામના છ શખ્સ મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૂ।.૧૦૩૬૦ રોકડા કબજે કરી જુગારધારાની કલમ ૧ર હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial