Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એસઆઈઆર પ્રકિર્યા પછી આખરી યાદી જાહેર કરતા કલેકટરે આપી માહિતીઃ હજુ પણ ૧૫ દિ'માં અપીલ થઈ શકશે
જામનગર તા. ૧૮: ભારતના ચૂંટણી આયોગ દ્વારા તા. ૨૭/૧૦/૨૦૨૫થી જાહેર કરાયેલ મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૬ અંતર્ગત જામનગર જિલ્લાની આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કેતન ઠક્કરે આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, તા. ૧/૧/૨૦૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં હાથ ધરાયેલી આ પ્રક્રિયા પૂર્ણ થયા પછી તા. ૧૭/૦૨/૨૦૨૬ના આખરી મતદારયાદી જાહેર કરવામાં આવી છે.
રજૂ થયેલા હક્ક-દાવા અને વાંધાઓની સઘન સુનાવણી બાદ પ્રસિદ્ધ કરવામાં આવેલી આ યાદીમાં જિલ્લામાં કુલ ૧૦,૮૫,૦૩૨ મતદારોનો સમાવેશ થાય છે. જેમાં ૫,૬૧,૮૫૮ પુરુષો, ૫,૨૩,૧૬૧ મહિલાઓ અને ૧૩ અન્ય (ત્રીજી જાતિ)ના મતદારો નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે, મુસદ્દા મતદારયાદીની પ્રસિદ્ધિ બાદ હાથ ધરવામાં આવેલી ઝુંબેશ દરમિયાન કુલ ૨૧,૪૧૨ નવા મતદારોના નામ ઉમેરવામાં આવ્યા છે. આ ઉપરાંત સેવા મતદારોની પણ આખરી યાદી પ્રસિદ્ધ કરી દેવામાં આવી છે અને તેની નકલ માન્ય રાજકીય પક્ષોને સુપરત કરવામાં આવી છે.
જિલ્લાના પાંચેય વિધાનસભા વિસ્તારોમાં મતદારોનું વિભાજન જોતા, ૭૬-કાલાવડ (અ.જા.) બેઠક પર ૨,૧૨,૮૪૫, ૭૭-જામનગર (ગ્રામ્ય)માં ૨,૩૬,૯૧૯, ૭૮-જામનગર (ઉત્તર)માં ૨,૩૧,૭૯૫, ૭૯-જામનગર (દક્ષિણ)માં ૧,૯૦,૪૯૮ અને ૮૦-જામજોધપુર બેઠક પર ૨,૧૨,૯૭૫ મતદારો નોંધાયા છે.
કલેકટરે વધુમાં જણાવ્યું હતું કે, કોઈપણ મતદાર પોતાનું નામ મતદાર યાદીમાં છે કે નહીં તેની ચકાસણી કરવા માટે ચૂંટણી પંચના અધિકૃત પોર્ટલ રંંૅજઃ//ીઙ્મીષ્ઠંર્ટ્ઠિઙ્મજીટ્ઠષ્ઠિર.ીષ્ઠૈ.ર્ખ્તદૃ.ૈહ નો ઉપયોગ કરી શકે છે. જો કોઈ મતદાર નોંધણી અધિકારીના હુકમથી સંતુષ્ટ ન હોય, તો તેઓ હુકમની તારીખથી ૧૫ દિવસની મર્યાદામાં જિલ્લા મેજીસ્ટ્રેટ અને જિલ્લા કલેક્ટરને રૂબરૂ અથવા રંંૅજઃ// ર્દૃંીજિ.ીષ્ઠૈ.ર્ખ્તદૃ.ૈહ/ પર ઓનલાઈન અપીલ કરી શકશે.
ઓક્ટોબરમાં જિલ્લામાં ૧૨.૪૧ લાખ મતદારો હતા
જામનગર જિલ્લામાં ૧.૫૬ લાખથી વધુ મતદારોના નામો હટાવાયા હોવાનું તારણ
જામનગર તા. ૧૮: એસઆઈઆરની કામગીરી સંદર્ભે જિલ્લા ચૂંટણી તંત્રની પ્રેસનોટમાં ૧૦.૮૫ લાખ મતદારો નોંધાયા છે, જેમાં ૨૧,૪૧૨ ઉમેરાયેલા મતદારોનો સમાવેશ થયો છે, પરંતુ કમી થયેલા મતદારોનો આંકડો પ્રાથમિક દૃષ્ટિએ સત્તાવાર યાદીમાં નહીં દેખાતા તે અંગે પ્રેસ-મીડિયામાં નીકળેલા તારણ મુજબ ઓક્ટોબરમાં ૧૨.૪૧ લાખ જેટલી સંખ્યા હતી. તેમાં ૧૦.૮૫ લાખ નામો આખરી યાદીમાં નોંધાયા હોય તો ૧.૫૬ લાખથી વધુ નામનો ઘટાડો થયો હોઈ શકે છે. આ અંગે સત્તાવાર આંકડો અલગથી પ્રસિદ્ધ થયો હોય કે રાજકીય પક્ષોને સુપ્રત કરેલી યાદીમાં દર્શાવાયો હોય તેવું બની શકે છે.
વિધાનસભા મતદાર વિભાગવાર મતદારોની વિગત દર્શાવતું પત્રક
વિ.સ.મ.વિ. પુરૂષ સ્ત્રી ત્રીજી જાતિ કુલ મતદારો
મતદારો મતદારો મતદારો
૭૬-કાલાવડ (અ.જા.) ૧૧૧૩૭૫ ૧૦૧૪૬૯ ૧ ૨૧૨૮૪૫
૭૭-જામનગર (ગ્રામ્ય) ૧૨૨૬૧૬ ૧૧૪૩૦૩ ૦ ૨૩૬૯૧૯
૭૮-જામનગર (ઉત્તર) ૧૧૮૮૯૨ ૧૧૨૯૦૨ ૧ ૨૩૧૭૯૫
૭૯-જામનગર (દક્ષિણ) ૯૭૮૪૮ ૯૨૬૩૯ ૧૧ ૧૯૦૪૯૮
૮૦-જામજોધપુર ૧૧૧૧૨૭ ૧૦૧૮૪૮ ૦ ૨૧૨૯૭૫
કુલ ૫૬૧૮૫૮ ૫૨૩૧૬૧ ૧૩ ૧૦૮૫૦૩૨
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial