Advertisement
Author: નોબત સમાચાર

કુરંગા પાસે ધોરીમાર્ગ પર ઝઘડતા બે આખલા નજીકથી પસાર થતો ટેમ્પો ગોથું મારી ગયા

ખંભાળિયા પાસે અકસ્માતમાં યુવાનનું મૃત્યુઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૦: ખંભાળિયાના હંસ્થળ પાસે એક અકસ્માતમાં ઘવાયેલા પરપ્રાંતીય યુવાનનું મૃત્યુ નિપજ્યંુ છે. જ્યારે ત્રણ મહિના પહેલાં ખંભાળિયા નજીક એક ટ્રકે બ્રેક મારતા તેની પાછળ ઈકો મોટર ટકરાઈ પડતા તેના ચાલકને ઈજા થઈ હતી. ઉપરાંત શનિવારે સાંજે કુરંગા પાસે રોડ પર ઝઘડતા આખલા નજીકથી પસાર થતો ટેમ્પો ગોથું મારી ગયો હતો. જેમાં કેટલાક અમદાવાદના મુસાફરોને ઈજા થઈ હતી.

ખંભાળિયા તાલુકાના હંસ્થળ ગામ પાસેથી ગયા રવિવારે સાંજે પસાર થતાં મૂળ પશ્ચિમ બંગાળના વતની સંજયકુમાર રાજારામ રાય (ઉ.વ.૪૮) નામના યુવાનને અકસ્માતમાં માથામાં ગંભીર ઈજા થઈ હતી.

સારવારમાં ખસેડાયેલા આ યુવાનનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. હંસ્થળ ગામમાં વસવાટ કરતા મૂળ બિહારના પરવેઝઆલમ નુરઆલમે પોલીસને જાણ કરી છે. સલાયા પોલીસે અકસ્માતની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

રાજકોટના ગોંડલ રોડ પર વીજય પ્લોટમાં રહેતા નીતિન પરસોત્તમભાઈ ઝરીયા નામના યુવાન ગઈ તા.૧૩ એપ્રિલની સવારે ખંભાળિયાથી જામનગર તરફ પોતાની ઈકો મોટરમાં જતા હતા ત્યારે જીજે-ર૩-એડબલ્યુ ૫૫૯૬ નંબરની ટ્રક ટકરાઈ પડી હતી. જેમાં નીતિનભાઈ સહિતના વ્યક્તિઓને ઈજા થઈ હતી.

અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના અસલાલી ગામના રંગીલાબેન વિષ્ણુભાઈ ઝાલા તથા અન્ય વ્યક્તિઓ શનિવારે સાંજે જીજે-૧-એચટી ૬૨૦ નંબરના ટેમ્પોમાં અન્ય વ્યક્તિઓ સાથે દ્વારકા તરફથી આવતા હતા ત્યારે ઘડી ડિટર્જન્ટ કંપની નજીક રોડ પર બે આખલા ઝઘડતા હતા. તેની સાથે ટેમ્પો ટકરાઈ પડતા તે વાહન ગોથું મારી ગયું હતું. અકસ્માતમાં રંગીલાબેન સહિતના વ્યક્તિઓને ઈજા થઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh