Advertisement
Author: નોબત સમાચાર

ઝેરી મધમાખી કરડી જતાં પ્રૌઢનું મૃત્યુ ઊંઘમાં માછીમારને આવ્યો હાર્ટએટેક

પીર લાખાસરના ખેડૂતને વીજ આંચકો ભરખી ગયોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૭: ભાણવડના એક પ્રૌઢ બુધવારે બપોરે શિવા ગામના પાટીયા પાસેથી જતાં હતા ત્યારે ઝેરી મધમાખી કરડી જતા તેઓનું મૃત્યુ નિપજ્યું છે. ઓખાના દરિયામાં માછીમારી બોટમાં નિદ્રાધીન વૃદ્ધને હૃદયરોગનો હુમલો આવી જતાં તેઓનું મૃત્યુ થયું છે. ખંભાળિયાના પીર લાખાસરના ખેડૂતને વીજ આંચકો ભરખી ગયો છે. પોલીસે ત્રણેય બનાવની તપાસ શરૂ કરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડના ખરાવાડમાં રહેતા અને હાલમાં રાજકોટના ગાંધીગ્રામમાં વસવાટ કરતા પ્રફુલભાઈ પોપટભાઈ નકુમ (ઉ.વ.પ૯) નામના પ્રૌઢ બુધવારે બપોરે વાનાવડ ગામના પાટીયાથી પોતાના ઘેર ખરાવાડ તરફ આવવા માટે નીકળ્યા ત્યારે શિવા ગામના પાટીયા પાસે તેઓને ઝેરી મધમાખી કરડી ગઈ હતી. આ પ્રૌઢને સારવાર માટે ખસેડવામાં આવ્યા પછી તેઓનું મૃત્યુ નિપજ્યાનું ભાનુબેન પ્રફુલભાઈએ પોલીસમાં જાહેર કર્યું છે.

ઓખાના આર.કે. બંદર પર કૈલાદેવી નામની બોટમાં માછીમારી માટે જતા મૂળ નવસારી જિલ્લાના અરવિંદભાઈ રણછોડભાઈ પટેલ (ઉ.વ.૬૦) નામના વૃદ્ધ બુધવારે સાંજે ઓખાથી રવાના થયેલી બોટમાં ભોજન લીધા પછી સૂવા માટે ગયા હતા. તેઓ ગઈકાલે સવારે નહી ઉઠતા ચકાસવામાં આવતા તેઓનું ઉંઘની હાલતમાં જ હૃદયરોગનો હુમલો આવી જતા મોતને શરણ થયાનું ખૂલ્યું છે. મુકેશભાઈ હરીશચંદ્ર ટંડેલે પોલીસને જાણ કરી છે.

ખંભાળિયા તાલુકાના પીર લાખાસર ગામના ડાડુભાઈ ધનાભાઈ છૈયા (ઉ.વ.૪૭) નામના ખેડૂત ગઈ તા.૩૧ની સાંજે હાપા લાખાસર ગામની સીમમાં પોતાના ખેતરે હતા ત્યારે વીજળી ચાલી જતાં સ્વિચ બોર્ડમાં ચેક કરતા હતા ત્યારે તેઓને વીજ કરંટ લાગ્યો હતો. વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયેલા આ ખેડૂતનું મૃત્યુ નિપજ્યાનું હિતેશ ડાડુભાઈએ પોલીસમાં જાહેર કર્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh